છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના તારાપુર ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણના અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ હતી, આ રાત્રી સભામાં છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, પ્રાત અધિકારી વિમલ ચક્રવતી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ રાત્રી સભામાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જિલ્લા કલેકટર દ્વારા લોકોની રજૂઆતો સાંભળી તેમજ સરકારની વિવિધ યોજનાઓની ગામ લોકોને જાણકારી આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર