Delhi

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ જાણકારી આપી ઃ રામ સેતુ તૂટશે નહીં, રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરશે

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે માન્યતા આપવાની માગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર ગુરુવારે સુનાવણી થઈ હતી. આ મામલામાં કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું છે કે, રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તો વળી સ્વામીએ જણાવ્યું છે કે, આ સંબંધમાં સંસ્કૃતિ મંત્રાલયે બેઠક પણ કરી હતી. તત્કાલિન મંત્રી તરીકે પ્રહ્લાદ પટેલે આ મામલામાં ચર્ચા પણ કરી હતી, પણ તેમને બીજૂ મંત્રાલય આપી દીધું પણ મારી દલીલ ફક્ત એ વાત પર છે આપ પાછીપાની શા માટે કરી રહ્યા છો? તેના પર સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે, હું અને જસ્ટિસ પારડીવાલા એક કોરમમાં એક આદેશ પારિત કરીશું, પણ જસ્ટિસ નરસિમ્હાની સાથે નથી. ન્યાયમૂર્તિ નરસિમ્હાનું કહેવું છે કે, તે સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ મામલામાં તમિલનાડૂ રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. એટલા માટે તે આ મામલાની સુનાવણી નહીં કરી શકશે. તો વળી કોર્ટે ભાજપ નેતા સ્વામીને કહ્યું કે, આ મામલા સાથે જાેડાયેલ વધારાના પુરાવા મંત્રાલયને આપી શકે છે. જાે કે, તેમણે કહ્યું કે, તે વધારાના પુરાવા મંત્રાલયને શા માટે આપે? તેમણે કહ્યું કે, અગાઉ પણ કેટલાય પુરાવા અને પત્ર મંત્રાલયને આપી ચુક્યો છું, પણ તેમણે હજૂ સુધી તેનો કોઈ જવાબ આપ્યો નથી. સુબ્રમણ્યમ સ્વામીએ રામ સેતુને ઐતિહાસિક સ્મારક તરીકે માન્યતા આપવાની માગ કરતી અરજી દાખલ કરી છે. સ્વામીએ પોતાની અરજીમાં કહ્યું કે, રામ સેતુ લાખે હિન્દુઓની આસ્થા સાથે જાેડાયેલ છે, તેથી તેને તોડવામાં ન આવે. સાથે જ રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવામાં આવે. તેમનું કહેવું છે કે, કોર્ટે કેન્દ્ર સરકારને એક ડિસેમ્બર સુધી એફિડેવિટ દાખલ કરીને પોતાનો મત જણાવા માટે કહ્યં હતું, પણ અત્યાર સુધી કેન્દ્રએ તે મામલે કોઈ એફિડેવિટ જમા કરાવ્યું નથી. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, ત્યારે આવા સમયે કેબિનેટ સેક્રેટરીને કોર્ટમાં હાજર કરવામાં આવે, તો વળી સોલિસિટર જનરલે કહ્યું કે, એફિડેવિટ તૈયાર થઈ રહ્યું છે. ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડીયા સુધીમાં તૈયાર થઈ જશે.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *