નવીદિલ્હી
સંસદની નવી ઇમારતમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ કરાવવાની તૈયારી ચાલી રહી છે.કહેવાય છે કે ૩૧ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ સંસદના બંન્ને ગૃહોના સંયુકત બેઠકને સંબોધિત કરશે બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિનું અભિભાષણ થાય છે.નવી ઇમારતના કેટલાક ભાગમાં કામ જારી છે પરંતુ સંયુકત બેઠકનો બોલ તૈયાર થઇ ચુકયો છે. સંસદના બજેટ સત્ર દરમિયાન આ વખતે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ નવા સંસદ ભવનમાં આ વર્ષનું બજેટ પણ રજુ કરી શકે છે.એ યાદ રહે કે આ વખતે બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યું છે અને તે છ એપ્રિલ સુધી ચાલે તેવી સંભાવના છે.બજેટ સત્ર દરમિયાન ૧૪ ફેબ્રુઆરીથી લઇ ૧૨ માર્ચ સુધી રજા રહેશે. પરંપરા અનુસાર બજેટ સત્રના પહેલા દિવસે ૩૧ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સંસદના બંન્ને ગૃહોની સંયુકત બેઠકમાં પોતાનું અભિભાષણ આપશે અને એક ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં બજેટ રજુ કરશે
