Gujarat

કલેક્ટરની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા સંકલનની બેઠક યોજાઈ

અમદાવાદ
વર્ષ ૨૦૨૩ની જિલ્લા સંકલનની સૌ પ્રથમ બેઠક આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મળી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ જિલ્લા સંકલનની બેઠકમાં પાણી, આરોગ્ય વ્યવસ્થા, જળસિંચન, જમીન ફાળવણી સંબંધિત બાબતો, અમૃત સરોવર, આધાર કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ વગેરે બાબતો અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
જિલ્લાના ધારાસભ્યોની લેખિત તેમજ મૌખિક રજૂઆતો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. કલેક્ટર દ્વારા પરસ્પર સંકલનમાં રહીને દરેક પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિકાલ માટે સૂચના આપવામાં આવી હતી.
કલેક્ટર દ્વારા જિલ્લા સંકલનની બેઠકનો વિવિધ વિભાગો વચ્ચેની બાબતો અને પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવા માટેના મંચ તરીકે ઉપયોગ કરવા અનુરો કરવામાં આવ્યો હતો.
જિલ્લા સંકલનની બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો સર્વે અમિતભાઈ શાહ, અમૂલ ભટ્ટ, અમિત ઠાકર, જિતેન્દ્રભાઈ પટેલ, હાર્દિક પટેલ, બાબુસિંહ જાદવ, પાયલ કુકરાની, ઇમરાન ખેડાવાલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં અને પોતપોતાના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, અધિક નિવાસી કલેક્ટર સુધીરભાઈ પટેલ, નાયબ અધિક નિવાસી કલેક્ટર જાેષીસાહેબ, પોલીસ અધિક્ષક અમિત વસાવા સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ વિભાગના વડા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *