મુંબઈ
એશિઝ ક્રિકેટ સિરીઝ બાદ ટેનિસ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન માટે વિવાદાસ્પદ ર્નિણય લેવાયો છે. આ બંને ઇવેન્ટમાં ભાગ લેનાર બ્રિટનના ખેલાડીઓએ નવેમ્બર અંત સુધીમાં કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઇ લેવા પડશે. જાે તેઓ નહીં લે તો તેમને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરવાની મંજૂરી અપાશે નહીં. વિક્ટોરિયન સરકારે આ બાબતે ચોક્કસ ગાઇડલાઇન બહાર પાડી છે. ઇંગ્લેન્ડના ઘણા ખેલાડીઓ ઔક્વોરન્ટાઇનના આકરા ર્નિણયના કારણે એશિઝમાંથી ખસી જવાની જાહેરાત કરી ચૂક્યા છે. હવે ટેનિસ ખેલાડીઓને પણ કોઇ છૂટછાટ મળશે નહીં. વિક્ટોરિયન સરકારનો આદેશ જાન્યુઆરી પહેલાં પૂરો થાય તેવી સંભાવના ઘણી ઓછી છે અને આ સ્થિતિમાં બોક્સિંગ-ડે ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમમાં રમાનારા ખેલાડીઓએ વેક્સિન લેવી ફરજિયાત છે. ડેલ્ટા વેરિએન્ટને જાેતાં ઇંગ્લેન્ડના ખેલાડીઓને કોઇ છૂટછાટ અપાશે નહીં.
