Delhi

શું હવે હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં થોડો સમય જ છે…?

નવી દિલ્હી
હાર્દિક પંડ્યા અનફિટ હોવાથી શાર્દુલ ઠાકુરને ફાયદો થઈ શકે છે. શાર્દુલ ઠાકુરનું વર્તમાન ફોર્મ શાનદાર છે અને તે ટીમ ઇન્ડિયા માટે મજબૂત ઓલરાઉન્ડર બની રહ્યો છે. તેમ છતાં, શાર્દુલ ઠાકુરને આઈસીસી ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ ટીમમાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા નહીં રમે તો શાર્દુલ ઠાકુરને તક મળવાની ખાતરી છે. શાર્દુલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ૪ માંથી ૨ મેચ રમી છે, જેમાં તેણે ૩ ઇનિંગ્સમાં ૩૯.૦૦ ની બેટિંગ સરેરાશ અને ૧૦૨.૬૩ સ્ટ્રાઈક રેટના સ્ટ્રાઈક રેટથી ૧૧૭ રન બનાવ્યા છે, જેમાં ૨ અડધી સદી સામેલ છે. આ શ્રેણીમાં શાર્દુલના રનોની સંખ્યા અજિંક્ય રહાણે કરતા વધારે છે, રહાણેએ ૧૦૯ રન બનાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો શાર્દુલ ઠાકુરે ઇંગ્લેન્ડ સામેની સીરીઝની ૪ ઇનિંગ્સમાં ૨૨.૦૦ ની સરેરાશથી ૭ વિકેટ લીધી છે. આ દરમિયાન તેની શ્રેષ્ઠ બોલિંગ ફિગર ૨/૨૨ હતી. શાર્દુલની વિકેટની સંખ્યા રવિન્દ્ર જાડેજા કરતા વધારે હતી. જાડેજાએ આ સીરીઝમાં કુલ ૬ વિકેટ લીધી હતી.્‌૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ શરૂ થવામાં હવે ઘણો ઓછો સમય બાકી રહ્યો છે. ૈંઝ્રઝ્રની આ મેગા ઇવેન્ટનો પ્રારંભ ૧૭ ઓક્ટોબરથી યુએઇની ધરતી પર થવા જઇ રહ્યો છે. ્‌૨૦ વર્લ્‌ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા માટે એક માઠા સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો મેચ વિરન ખેલાડી ફિટ નથી અને ફોર્મમાં પણ નથી. ટીમ ઇન્ડિયા માટે આ મોટો ઝટકો સાબિત થઇ શકે છે કારણ કે આ ખેલાડી ટીમ ઇન્ડિયાને એકલા હાથે ્‌૨૦ વર્લ્‌ડ કપની ટ્રોફી જીતાડવાનો દમ ધરાવે છે. આ ખેલાડીની ફિટનેસે ્‌૨૦ વર્લ્‌ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાની ચિંતા વધારી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ૧૦ ઓક્ટોબર સુધી વર્લ્‌ડ કપની ટીમમાં બદલાવ કરી શકે છે. કોરોના બાદ યુએઇમાં ફરીથી આઇપીએલ શરૂ થવા પર હાર્દિક પંડ્યા મુંબઇ માટે કેટલીક મેચમાં રમ્યો ન હતો. આઇપીએલ ૨૦૨૧ માટે યુએઇ લેગમાં હાર્દિક પંડ્યા બિલકુલ પણ બોલિંગ કરી રહ્યો ન હતો. બેટિંગમાં પણ હાર્દિક પંડ્યા વધુ મોટી ઇનિંગ રમી શક્યો નહી. તે હજુ નક્કી નથી કે હાર્દિક પંડ્યા આઇપીએલ ૨૦૨૧ની બાકીની મેચમાં બોલિંગ કરવા માટે ફિટ હશે કે નહી. જણાવી દઇએ કે હાર્દિક પંડ્યા લાંબા સમયથી બોલિંગ નથી કરી રહ્યો. હાર્દિક પંડ્યા પોતાની પીઠના નીચલા ભાગમાં થયેલી ઇજામાંથી સ્વસ્થ થઇ ચુક્યો છે પરંતુ મેદાન પર તેણે પોતાની ફિટનેસ સાબિત કરવાની છે. હાર્દિક પંડ્યાએ ગત એક વર્ષથી ઘણી ઓછી બોલિંગ કરી છે. તેની ખરાબ ફિટનેસ છતાં ભારતીય સિલેક્ટ્‌સે તેને ્‌૨૦ વર્લ્‌ડ કપ ટીમ માટે પસંદ કર્યો છે કારણ કે તે એકલા હાથે મેચ પલટવાની તાકાત ધરાવે છે. હાર્દિક પંડ્યા પોતાની બોલિંગ અને બેટિંગ બંનેમાં અવ્વલ છે. હાર્દિક પોતાની બેટિંગ સાથે વધુ ભૂમિકા ભજવે છે કારણ કે જ્યારે પણ ટીમ ઇન્ડિયાને ફાસ્ટ રનની જરૂર પડે છે, ત્યારે તેની પાસે હાર્દિક છે. સાથે જ બોલર્સ સામે મેદાનના દરેક ખૂણે રન બનાવવાની તેનામાં ક્ષમતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *