Gujarat

બોડેલી સહિત જિલ્લામા વધ્યો  ઠંડી નો ચમકારો લોકો તાપણું સળગાવી ઠંડીથી રાહત મેળવતા નજરે પડ્યા

વહેલી સવારે અને રાત્રીમા  વાતાવરણ ઠંડક ને લઇ લોકો તાપણું સળગાવી ઠંડીથી રાહત મેળવવાની કોશિશ કરતા જોવા મળ્યા
બોડેલી નગરમાં વાદળછાયુ વાતાવરણ ઠંડા પવન સાથે ઠંડીમાં વધારો
ઉત્તરભારતના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થવાના કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. તેને લઇને ગુજરાતમાં ફરીથી એક્વાર હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી છે. ચાલુ સપ્તાહ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોએ ભારે ઠંડીના માહોલ વચ્ચે હિલ સ્ટેશન પર બેઠા હોય એવો અનુભવ લીધો હતો હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે કે  છેલ્લા ચાર પાંચ દિવસ સુધી બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં મા ઠડી ની અસર જોવા મળશે જેને લઇને આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વાદળછાયુ વાતાવરણ અને પવન ફૂંકાવા સાથે ઠંડી હવા થી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે
બોડેલી નગરમા લોકો ઠેર ઠેર તાપણુ કરી ચા ની ચુસકી લઈ ઠંડીથી રાહત મેળવી રહ્યા છે
બપોરના સમયે ગરમી થતા બેવડી રુતુ નો અનુભવ જોવાઈ રહ્યો છે
વહેલી સવારે અને રાત્રીમા  વાતાવરણ ઠંડક ને લઇ લોકો તાપણું સળગાવી ઠંડીથી રાહત મેળવવાની કોશિશ કરતા જોવા મળ્યા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *