સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં તારીખ ૨૩/ ૧/ ૨૦૨૩ ના રોજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયેલું જેમાં ૧૧ સ્પર્ધકોમાંથી પ્રથમ ક્રમે બોરીચા રાજેશ્રી, દ્વિતીય ક્રમે લુણી મયુરી તથા તૃતીયક્રમે ખુમાણ વૈભવી તથા જાદવ ક્રિષ્નાએ નંબરો પ્રાપ્ત કર્યા. નિર્ણાયક તરીકે શ્રી કમલેશભાઈ ગોંડલીયા તથા શ્રી ઉષાબેન તેરૈયા એ ભૂમિકા ભજવી. સ્પર્ધાનું આયોજન પ્રા. ડો. હરિતાબેન જોશીએ કર્યું. તારીખ ૨૪/ ૧/ ૨૦૨૩ ના રોજ બેસ્ટ પર્સનાલિટી સ્પર્ધાનું આયોજન થયું ,જેમાં ૧૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. તેમાં પ્રથમ ક્રમે ખુમાણ વૈભવી, દ્વિતીય ક્રમે ચૌહાણ આશિયા, તથા તૃતીય ક્રમે જાદવ કૃષ્ણએ નંબરો પ્રાપ્ત કર્યા. સ્પર્ધાનું આયોજન પ્રા. છાયાબેન શાહે કર્યું ,તથા સહાયક તરીકે પ્રા. રુકશાનાબેન કુરેશી તથા કુ. જાગૃતિબેન રાઠોડે ભૂમિકા ભજવી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી ધર્મેન્દ્રભાઈ કનલા, રામાનુજ કોમલ તથા પ્રા. ડો.હરિતાબેન જોશીએ ભૂમિકા ભજવી. સ્પર્ધકોને તાજ અર્પણ ભૂતપૂર્વ બેસ્ટ પર્સનાલિટી પોરીયા ભૂમિકા દ્વારા કરવામાં આવ્યો. બંને સ્પર્ધામાં નિર્ણાયકોનું સ્વાગત પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે કર્યું તથા વિદ્યાર્થીનીઓને પ્રેરણા પૂરી પાડી.


