લોકેશન : ખેડા મહુધા
રિપોર્ટર : નિસાર શેખ મહુધા
ખેડા જિલ્લાના મહુધા ખાતે એકતા નાઈટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું મેચની શરૂઆત પહેલાં પ્રેક્ષકો અને એકતા નાઈટ ટુર્નામેન્ટ નાં આયોજકો તેમજ મેચની ટીમો દ્વારા એક સાથે સૌ લોકોએ રાષ્ટ્ર ગીત ગાયું આવ્યું હતું મેચના પહેલા રાઉન્ડમાં કે.સી.એફ – 2 ની ટીમ દ્વારા 70 રન બનાવ્યા હતા તથા તેમની સામેની વિરોધ પક્ષ ટીમ 1271 દ્વારા 71 રન બનાવ્યા હતા જેમાં બન્ને ટીમમાંથી 1271 ની ટીમ દ્વારા મેચમાં જીત મેળવી હતી અને મેચના બીજા રાઉન્ડમાં બુમ બુમ 11 ની ટીમ દ્વારા 152 રન બનાવ્યા હતા તથા તેમની સામેની BOB વિરોધ પક્ષ ટીમ દ્વારા 147 રન બનાવ્યા હતા જેમાં BOB ની ટીમ ને 6 રનથી પરાજય થતાં બુમ બુમ 11 ની ટીમે જીત મેળવી હતી.
એકતા નાઈટ ટુર્નામેન્ટ મેચમાં વિજેતા 1271 ની ટીમને કામિલભાઈ દ્વારા ટ્રોફી આપી 5001 નો ચેક આપ્યો હતો અને મેન ઓફ ધ મેચ અકરમ ને અજરૂદીન કાજી દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી.તેમજ રનરઅપ કે.સી.એફ ટીમમાં મેન ઓફ ધ સીરીઝ જીવાભાઈ ને ઝમીર ગેંગ દ્વારા ટ્રોફી આપી હતી તથા પરાજય થયેલી કે.સી.એફ ટીમને ઝમીર ગેંગ દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી.બુમ બુમ 11 ની વિજેતા ટીમને સઈદભાઈ મલેક (તમાકું નાં વહેપારી) દ્વારા ટ્રોફી અને 1111 ( એક હજાર એક સૌ રૂપિયા ) ચેક આપ્યો હતો અને મેન ઓફ ધ મેચ તૌસીફ ભાઈ ને રિયાઝ (લારા) દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી તેવી જ રીતે મેન ઓફ ધ સીરીઝ તૌસીફ ભાઈ ને અનવર ભાઈ દ્વારા ટ્રોફી આપી હતી.તથા રનરઅપ BOB ટીમને સઈદભાઈ મલેક દ્વારા ટ્રોફી અને 5001 રૂપિયા આપવામાં આવ્યા હતા
આ પ્રસંગે આયોજક મોહસીન ભાઈ , અમ્પાયર ઝમીર ગેંગ , સઈદભાઈ મલેક , સહેઝાદ ભાઈ મલેક (તમાકું નાં વહેપારી) , ઈસ્કોર બોર્ડ યાસીન પઠાણ તથા કોમેન્ટરી માં સીરાજભાઈ અને એજાઝ ભાઈ હાજર રહ્યા હતા તેમજ મહુધા ખાતે એકતા નાઈટ ટુર્નામેન્ટ મેચનું સમગ્ર આયોજન સઈદભાઈ મલેક,ઝમીર ગેંગ,રિયાઝ લારા તથા સહેઝાદ ભાઈ મલેક અને મોહસીન ભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું


