Gujarat

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠક યોજાઈ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
નાયબ નિયામક રોજગાર પ્રાદેશિક કચેરી વડોદરાના પ્રતિનિધિની એમ.સી.વસાવાની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠક યોજાઈ.
આ બેઠકમાં જિલ્લામાં યુવાનોને રોજગારને લગતી માહિતિ સરળતાથી ઉપલ્બદ્ધ કરાવી ભરતી પ્રક્રિયાના ઉમેદવારોને સરળતાથી રોજગારીની તકો પૂરી પાડવા હેતુ જરૂરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય ઉપસ્થિત ડેપ્યુટી ડિરેક્ટર મુકેશ વસાવા દ્વારા અનુબંધન પ્લેટફોર્મ, એનસીએસ સુવિધાઓ, સંરક્ષણ વિભાગની ભરતીઓ વિશે માહિતિ આપી ખેડા જિલ્લામાં વિપુલ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા સૂચન કર્યુ હતું. તેમણે કેરિયર કાઉન્સિલની કામગીરીને વધુ સરળ અને સુદ્રઢ બનાવવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત ખેડા જિલ્લા રોજગાર કચેરીની મહત્વની ભૂમિકા બદલ તેમને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા રોજગાર નાયબ નિયામક  એન. આર. શુક્લ દ્વારા જિલ્લા રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. જેમાં કેરિયર કોર્નર કાઉન્સિલર, જિલ્લાના વિવિધ તાલુકા મથકો યોજાઈ ગયેલ ઔદ્યોગિક ભરતી મેળા, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કરવામા આવતી કામગીરીનો વિસ્તૃત અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.
એન. આર શુક્લએ જણાવ્યું હતું કે હાલમાં ખેડા જિલ્લામાં હાલમાં ૯૫ શાળા અને ૬ કોલેજ કેરીઅર કોર્નર કાઉન્સિલર તરીકે કાર્યરત છે. જિલ્લા રોજગાર કચેરીની રોજગાર વિભાગ દ્વારા વિવિધ સેવાઓની માહિતિ આપી હતી. તેમણે જણાવ્યું કે જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લામાં ખાનગી તેમજ સરકારી નોકરી બાબતે જાણકારી, અરજી પ્રક્રિયામાં તમામ સ્તરે મદદની વ્યવસ્થા, મુસાફરી ખર્ચ પેટે એસ.ટી બસ ટિકિટ સુવિધા, રોજગાર સંબંધિત કાઉન્સિલિંગ, સંરક્ષણની ભરતી માટે સ્ટાઈપેન્ડ આપતી તાલીમ વ્યવસ્થાઓ સહિત ઉમેદવારોને પ્રાથમિક બાયોડેટા બનાવવાથી લઈ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સુદ્રઢ વ્યવસ્થાઓ પુરી પાડવામાં આવે છે. ઉપરાંત વિદેશ જવા ઇચ્છુક રોજગારોને એનસીએસ અને ગુજરાત સેવા સેતુ હેલ્પલાઇન વિશેની પણ જાણકારી આપી હતી. આ સિવાય તેમણે ઉમેર્યુ હતું કે આઈટીઆઈ તેમજ ખાનગી ક્ષેત્રના યુનીટો વચ્ચે સંકલન ઊભું કરી મહત્તમ રોજગાર લક્ષી જાહેરાતોને સોશિયલ મીડિયાથી પ્રચાર પ્રસાર કરવાનું કામ પણ જિલ્લા રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવે છે.
જિલ્લા રોજગાર કચેરી દ્વારા કાઉન્સેલિંગ માટે ૧૨૫ પ્રશ્નોની સાયકોમેટ્રિક ટેસ્ટ બનાવવામાં આવી છે જેનાથી કેરીઅર કાઉન્સીલીંગ માટે ઉમેદવારની ખાસ જરૂરિયાતો આધારિત માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે.
આ બેઠકમાં નાયબ માહિતિ નિયામક નિત્યાબેન ત્રિવેદી, નાયબ નિયામક રોજગાર પ્રાદેશિક કચેરી વડોદરાના પ્રતિનિધિ એમ.સી. વસાવા,જિલ્લા રોજગાર અધિકારી એન.આર. શુક્લ, તાલુકા કન્વીનરઓ, કેરીઅર કોર્નર ચલાવતી શાળાઓના આચાર્યઓ, શિક્ષકો, રોજગાર અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ, પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

1-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *