ગાંધીનગર
ભારતીય ચૂંટણી પંચની સ્થાપનાનો દિવસ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ તરીકે ઉજવાય છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિસરમાં શપથ લેવડાવ્યા હતા કે, “અમે ભારતના નાગરિકો લોકશાહીમાં પૂર્ણ શ્રદ્ધા સાથે શપથ લઈએ છીએ કે, અમે આપણા દેશની લોકશાહી પરંપરાની જાળવણી કરીશું તથા સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગરિમાનું જતન કરતાં કરતાં નિર્ભિત થઈને ધર્મ-વર્ગ-જાતિ-સમુદાય-ભાષા કે કોઈપણ પ્રલોભનથી પ્રભાવિત થયા વિના તમામ ચૂંટણીઓમાં અમારા મતાધિકારનો અચૂક ઉપયોગ કરીશું.”
