Gujarat

પ્રજાસત્તાક દિન નિમિત્તે GNLU ખાતે સૌથી ઊંચા ફ્લેગમાસ્ટનું ઉદ્‌ઘાટન કરી સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસે રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો

ગાંધીનગર
ગાંધીનગરનાં રાયસણ સ્થિતિ વિશ્વ વિખ્યાત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનાં પટાંગણમાં આજે ૭૪મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ૩૦ મીટરની લંબાઈનાં સૌથી ઊંચા ફ્લેગમાસ્ટનું ઉદ્‌ઘાટન કરીને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. આર. શાહે ૨૦ટ૩૦નો રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો. ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત સ્વતંત્ર થયું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણને આત્મસાત કરવામાં આવ્યું. જે અંતર્ગત ભારતને લોકશાહી, સર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો. માટે દર વર્ષે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. જે અન્વયે આજે ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ૭૪મા પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ૭૪મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનાં પટાંગણમાં સ્થાપિત કરવામાં આવેલા સૌથી ઊંચા ફ્લેગમાસ્ટનું સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહે ઉદ્‌ઘાટન કરીને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આ પ્રસંગે યૂનિવર્સિટીના ડાયરેક્ટર એસ શાંથા કુમાર, રજીસ્ટ્રાર જગદીશચંદ્ર ઉપરાંત ય્દ્ગન્ેંના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ તેમજ ય્દ્ગન્ેંના ડાયરેક્ટર એસ શાંથા કુમારે પ્રાસંગિક પ્રવચન કરીને સૌને ૭૪મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે ય્દ્ગન્ેંના એનસીસી કેડેટસ દ્વારા માર્ચ પાસ્ટ યોજી તિરંગાને સલામી આપવામાં આવી હતી. યૂનિવર્સિટીના વિધાર્થીઓ દ્વારા સંગીત, ડાન્સ અને યોગનું પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૭૪મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનાં પ્રસંગે જસ્ટિસ શાહ, ડાયરેક્ટર એસ શાંથાકુમાર હસ્તે તિરંગાનાં બલૂન પણ આકાશમાં છોડવામાં આવ્યા હતા. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ૨૧ તોપની સલામી આપીને ધ્વજારોહણ કરીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું. ત્યારથી સમગ્ર દેશમાં આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાં જાહેર રજા હોય છે. ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન પિંગલી વેંકૈયા દ્વારા કરવામાં આવી હતી. પિંગલીએ શરૂઆતમાં જે ધ્વજ ડિઝાઇન કર્યો હતો, તેમાં માત્ર બે રંગો હતા- લાલ અને લીલો હતા.તેઓએ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના બેઝવાડા અધિવેશનમાં આ ધ્વજ ગાંધીજી સમક્ષ રજૂ કર્યો હતો. પાછળથી ગાંધીજીના સૂચન પર તેમાં સફેદ પટ્ટી ઉમેરવામાં આવી હતી. આગળ જતા ચરખાની જગ્યાએ રાષ્ટ્રીય પ્રતીક અશોક ચક્રને જગ્યા આપવામાં આવી. ભારતીય ધ્વજને તેના વર્તમાન સ્વરૂપમાં ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ યોજાયેલી બંધારણ સભાની બેઠકમાં સ્વીકારવામાં આવ્યો હતો. ભારતમાં ‘તિરંગા’નો અર્થ ભારતીય રાષ્ટ્રીયધ્વજ થાય છે.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *