ગુજરાતના વિવિધ શહેરોમાંથી ૮૫ કલાકારોના અદ્ભૂત ચિત્રોની કલા રાજકોટવાસીઓ એ નિહાળી : ૨૯ મી જાન્યુઆરી ના રોજ સમાપન
આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા તારીખ ૨૬/૦૧/૨૦૨૩ ના રોજ શ્રી ડો. શ્યામાપ્રશાદ આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે ૮૫ કલાકારોના વિવિધ ચિત્રોના પ્રદર્શન નો પ્રારંભ ધારા સભ્ય ડો. દર્શિતાબેન શાહે કરેલ હતો આ તકે બોલબાલા ના જયેશભાઈ ઉપાધ્યાય, સૌરાષ્ટ્ર ચિત્ર શાળાના ઉદય ત્રિવેદી, જીલ્લા કલા સંઘ ના પ્રમુખ રજનીબેં ત્રિવેદી,અને જાણીતા ચિત્રકાર રિધ્ધિબેન પરમાર અને રિચા ભગદેવ ઉપસ્થિત રહ્યાં હતા.
આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા ૨૦૧૯ થી ગુજરાતના નવોદિત કલાકારોને પ્રોત્સાહન આપીને કળાને વેગ આપી રહ્યાં છે ત્યારે ચાર વર્ષ માં ૧૦ થી વધુ પ્રદર્શન માં ૩૫૦ થી વધુ કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન ચાર દિવસ ચાલનારા છે જેમાં સમગ્ર ગુજરાતના શહેરોમાંથી ૮૫ થી વધુ કલાકારોના સ્ટ્રિંગ આર્ટ, પિચ્છવાઈ, મોર્ડન આર્ટ, એબસ્ટ્રેક, રિયાલિસ્ટિક, કોમ્પિયર આર્ટ, ગ્લાસ આર્ટ, પેન્સિલ સ્કેચ, ટ્રેડિશનલ આર્ટ, સ્ટ્રેકચર વર્ક, મીનીએચર અને વુડન આર્ટ તથા કલે વર્ક આર્ટ જેવી વિવિધ કેટેગરીના અદ્ભૂત ચિત્રો પ્રદર્શન માં જૉવા મળશે..
આ તમામ કલાકારોમાં જુનાગઢ જિલ્લાના ચુડા (સોરઠ) ગામના વતની શ્રી હિતેન્દ્ર ભીખુભાઈ નાગાણી પણ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે અમારી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે તેઓ નું આ ત્રીજું સમૂહ ચિત્ર પ્રદર્શન છે આ પહેલા તેઓ રાજકોટ ખાતે આજ આર્ટ ગેલેરી ખાતે તથા વડોદરા મુકામે કીર્તિ મંદિર આર્ટ ગેલેરી ખાતે ભાગ લઈ ચૂક્યા છે જેમાં વડોદરા ખાતે તેઓ ના બે ચિત્રો સેલ પણ થયા હતા.આ વખતે તેઓના બે ચિત્રો પ્રદર્શન માં છે જેમાં એક ભગવાન બુદ્ધ નું છે જે ઓઇલ કલર દ્વારા બનાવવાં
માં આવેલ છે જ્યારે બીજું ચિત્ર શ્રીનાથજી નું છે જેમાં કલે નો ઉપયોગ કરી ચિત્રને ૩ડી ઈફેક્ટ આપી એમ્બોઝ કરવામાં આવેલ છે સાથે ગોલ્ડન કલરનો ઉપયોગ કરી ને નયન રમ્ય આંખોને જોતા ગમી જાય તેવી મુખમુદ્રા સાથેના તેમના આ ચિત્રો મુલાકાતીઓ તથા સિનિયર આર્ટીસ્ટો દ્વારા પ્રસંશા કરવામાં આવી રહી છે તેમની કલાને બિરદાવવામાં આવી રહી છે.તેઓ Instagram. માં..naganihitesh…facebook પેઇઝ..urban art & craft નામે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે..આગામી ફેબ્રુઆરી માસ માં ૨૩ તારીખે તેઓ ભાવનગર ખાતે ના આર્ટ એક્સીબિશન માં ભાગ લેશે તેમ જણાવ્યુ હતું. આપણે સૌ તેમને કલા ક્ષેત્રે આગળ વધે તેવી શુભકામના પાઠવીએ.
સમગ્ર આયોજન માં આકૃતિ આર્ટ ગ્રુપ ના જયદીપ પરમાર,અમિત જાદવ, અભિષેક મકવાણા, અંજના પડિયા, એશ્વર્યા આસોડિયા, કરણ પરમાર, ધ્રુવા ખરસાલા,ગૌતમ પિત્રોડા સહિત ના કમિટી મેમ્બરોએ સુંદર વ્યવસ્થા સંચાલન કરવામાં આવેલ હતું.


