સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં તારીખ ૨૫-૧ -૨૦૨૩ના રોજ રમત- ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં હતું.જેમાં કુલ ૭૦ સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો. જેમાં ૧૦૦ મીટર દોડમાં ઢોલા હિરલ પ્રથમ, ગાયત્રી ખુમાણ દ્વિતીય ધારા મકવાણા તૃતીય રહ્યા હતા. ૨૦૦ મીટર દોડમાં ઢોલા હિરલ પ્રથમ, કુબાવત સિદ્ધિ દ્વિતીય,હેતલ વાઘેલા તૃતીય રહ્યા હતા. ૪૦૦ મીટર દોડમાં ભારતી મકવાણા પ્રથમ,ચંદા રાઠોડ દ્વિતીય, જાનવી ચૌહાણ તૃતિય રહ્યા હતા. ૮૦૦ મીટર દોડમાં ચેતના કુડેચા પ્રથમ, હિરલ ગુજરવાડીયા દ્વિતીય, મીના બગડા તૃતીય રહ્યા હતા. ઉંચી કૂદમાં જીંજાળા ઉર્વશી પ્રથમ, અસ્મિતા મકવાણા દ્વિતીય, હેતલ વાઘેલા તૃતીય રહ્યા હતા. લાંબી કૂદમાં ઢોલા હિરલ પ્રથમ, હિરલ ગુજરવાડીયા દ્વિતીય, ધ્રુવી અમરેલીયા તૃતીય રહ્યા હતા. ચક્ર ફેંકમાં સપના રામપ્રસાદી પ્રથમ,દયા મોરી દ્વિતીય, મીના બગડા તૃતીય રહ્યા હતા. બરછી ફેંકમાં ઢોલા હિરલ પ્રથમ, દેંગડા રવિના દ્વિતીય, ભારતી મકવાણા તૃતીય રહ્યા હતા. ગોળા ફેંકમાં ધ્રુવી અમરેલીયા પ્રથમ, મીના બગડા દ્વિતીય, ઢોલા હિરલ તૃતીય રહ્યા હતા. કોલેજ ચેમ્પિયન ઢોલા હિરલ રહ્યાં હતા. તેમજ રનર્સઅપ ભારતી મકવાણા અને ધ્રુવી અમરેલીયા રહ્યા હતા. દોડ સ્પર્ધાનું આયોજન ડો. રુકસાનાબેન કુરેશીએ, કૂદ સ્પર્ધાનું આયોજન ડો. પ્રતિમાબેન શુક્લએ તેમજ ફેંક સ્પર્ધાનું આયોજન ડો.હરીતાબેન જોષી એ કર્યું હતું.સમગ્ર સ્પર્ધાના કો-ઓર્ડીનેટર ડો. કે.પી. વાળા સાહેબ રહ્યા હતા.નિર્ણાયક તરીકેની ભૂમિકામાં કોલેજના ભૂતપૂર્વ પી.ટી.આઈ. ડો.આર. કે. કુરેશી સાહેબ તેમજ પીઠવડી હાઇસ્કુલના પી.ટી.આઈ.સુભાષ સોલંકી સાહેબ રહ્યા હતા. સ્પર્ધાનું ઉદઘાટન કોલેજના પ્રિન્સિપાલ ડી. એલ.ચાવડા સાહેબે કર્યું હતું. સ્પર્ધાને સફળ બનાવવા કોલેજના પ્રિ.ડી.એલ.ચાવડા સાહેબ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.


