ભાવનગર
ભાવનગર શહેરની સગીરા સાથે યુવકે પ્રથમ રીલેશનશીપ રાખી બાદ તેના ફોટા પાડી લઇ ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણી પર અલગ અલગ જગ્યાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા ચિરાગ ઘનશ્યામભાઇ રાઠોડ નામના યુવકે શહેરમાં રહેતી એક સગીરા સાથે પ્રથમ રીલેશનશીપ રાખી હતી. બાદ યુવકે તેના બિભત્સ ફોટા પાડી લઇ આ ફોટા સગા સબંધીઓને વાયરલ કરી દેવાની ધમકી આપી તેણીને અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેણી પર અવાર નવાર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. જાે કે, છેલ્લા આઠ- દસ દિવસમાં શહેરમાં દુષ્કર્મનો આ બીજાે બનાવ બનતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.
