Gujarat

જૂનાગઢના મેંદરડામાં સૂર્યોદય યોજના માત્ર કાગળ પર, દિવસે વીજળી આપવાની માંગ

જુનાગઢ
જૂનાગઢના મેંદરડામાં સૂર્યોદય યોજના માત્ર કાગળ પર જાેવા મળી છે. પીજીવીસીએલ કચેરી પર દિવસે વીજળી આપવાની માગ સાથે ખેડૂતો અને મેંદરડાના સરપંચ ધરણા પર બેઠા છે.ખેડૂતોની સાથે કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ધરણામાં જાેડાયા હતા.રાત્રીને બદલે દિવસે વીજળી આપવા ખેડૂતોએ સરકારને માગ કરી હતી.ખેડૂતોનું કહેવું છે, ઁય્ફઝ્રન્ના અધિકારીઓ રાત્રે વીજળી આપતા હોવાથી વન્ય પ્રાણીઓના કારણે ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી અને કડકડતી ઠંડીમાં ખેડૂતોને પાણી વાળવું મુશ્કેલ બને છે. ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસે સીએમ ભૂપેન્દ્ર પટેલને દિવસે વીજળી આપવાની માંગ કરી છે. હાલ કાતિલ ઠંડીને કારણે રાજ્યના લાખો ખેડૂતો રાત્રે ખેતરમાં વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે અનેક ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ ખેડૂતોને દિવસે વીજળી આપી કાતિલ ઠંડીમાંથી બચાવવા માંગ આપની સમક્ષ કરી રહ્યા છીએ. મોડાસાના ટીટોઈના ૫૭ વર્ષના ખેડૂત લવજી વિરસંગ પટેલ રાત્રી વખતે પાણી વાળવા ખેતરે ગયા હતા જેઓ કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ ખેતરમાં મૃત હાલતમાં મળ્યા હતા. આપણા સૌ માટે અતિ દુઃખદ અને ખાસ કરીને સરકારે ચિંતા કરવાનો સમય પાકી ગયો છે લાંબા સમયથી વિવિધ ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ પક્ષની માંગ કરી રહ્યું છે. કાતિલ ઠંડીમાં ખેડૂતોને બચાવવા અતિ જરૂરી છે ત્યારે રાજ્યસરકાર ખેડૂત ખેતી બચાવવા માટે ખેતી માટે દિવસે વીજળી આપવાનો ર્નિણય સત્વરે કરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *