Gujarat

સોનાનો વાયદો રૂ.577ના ઉછાળા સાથે રૂ.58,826ના ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યો

ચાંદીનો વાયદો રૂ.2,041 ઊછળ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.15ની વૃદ્ધિઃ નેચરલ
ગેસ નરમઃ મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી
વાયદાઓમાં રૂ.9,808 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8,384 કરોડનું
ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.34 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,55,474 સોદાઓમાં કુલ રૂ.18,226.16 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,808.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8,384.3 કરોડનો
હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,17,545 સોદાઓમાં કુલ રૂ.7,253.09 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.58,826ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,826 અને નીચામાં રૂ.58,401ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.577 વધી રૂ.58,529ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.703 વધી રૂ.46,674 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.83 વધી રૂ.5,739ના ભાવે પહોંચ્યો હતો.
સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.58,299ના ભાવે ખૂલી, રૂ.929 વધી રૂ.58,528ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.70,000ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.71,932 અને નીચામાં રૂ.70,000ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2041 વધી
રૂ.71,882ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1908 વધી રૂ.71,636 અને ચાંદી-માઈક્રો
ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,904 વધી રૂ.71,617 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,029 સોદાઓમાં રૂ.1,367.19 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.55 ઘટી રૂ.224.35 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.0.75 વધી
રૂ.291ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.85 વધી રૂ.784.45 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ
રૂ.0.50 ઘટી રૂ.186ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 25,784 સોદાઓમાં કુલ રૂ.1,181.55 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,310ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,337 અને
નીચામાં રૂ.6,268ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.15 વધી રૂ.6,296 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.30 ઘટી રૂ.209.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 158 સોદાઓમાં રૂ.6.22 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા
તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.20 વધી રૂ.1025.80 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,854.87 કરોડનાં
4,871.265 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.4,398.22 કરોડનાં 614.684 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.523.66 કરોડનાં 8,29,700 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.658 કરોડનાં 31358750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના
વાયદાઓમાં રૂ.6.22 કરોડનાં 60.48 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 25,571.240 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,067.856 ટન, ક્રૂડ તેલમાં 765000 બેરલ અને નેચરલ ગેસમાં 56458750
એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 432.72 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.33.81 કરોડનાં 419
લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 16,000ના સ્તરે ખૂલી, 289 પોઈન્ટ વધી 16,185ના સ્તરે
હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8,384.30 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.938.64 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.512.21 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,683.18 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,250.27
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.205.43 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.210.10 ખૂલી, ઊપરમાં રૂ.227.50 અને નીચામાં રૂ.190.70 રહી, અંતે રૂ.4.90 ઘટી રૂ.201.70 થયો
હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.210ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ
રૂ.17 ખૂલી, ઊપરમાં રૂ.18.85 અને નીચામાં રૂ.15.15 રહી, અંતે કોઈ ફેરફાર વગર રૂ.17.75 થયો હતો. સોનું માર્ચ
રૂ.58,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,250 ખૂલી, ઊપરમાં રૂ.1,425.50 અને
નીચામાં રૂ.1,200 રહી, અંતે રૂ.477.50 વધી રૂ.1,397.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.72,000ની સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,195.50 ખૂલી, ઊપરમાં રૂ.1,583.50 અને નીચામાં રૂ.1,160
રહી, અંતે રૂ.739 વધી રૂ.1,533.50 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.59,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.293 ખૂલી, ઊપરમાં રૂ.483 અને નીચામાં રૂ.289.50 રહી, અંતે રૂ.342.50 વધી
રૂ.454.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.204 ખૂલી, ઊપરમાં રૂ.222 અને નીચામાં રૂ.188.30 રહી, અંતે રૂ.18.20 ઘટી રૂ.206 થયો
હતો. જ્યારે સોનું માર્ચ રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.520 ખૂલી,
ઊપરમાં રૂ.520 અને નીચામાં રૂ.316 રહી, અંતે રૂ.271.50 ઘટી રૂ.326.50 થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી
રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.75 ખૂલી, ઊપરમાં રૂ.15.35 અને
નીચામાં રૂ.11.75 રહી, અંતે રૂ.1.65 વધી રૂ.13.10 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ

ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,160 ખૂલી, ઊપરમાં રૂ.1,160 અને નીચામાં રૂ.800 રહી, અંતે રૂ.809 ઘટી
રૂ.846.50 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.120 ખૂલી, ઊપરમાં રૂ.135 અને નીચામાં રૂ.80 રહી, અંતે રૂ.107.50 ઘટી રૂ.86 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *