મુંબઇ
બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેણે પોતે સોશિયલ મીડિયા પર પોતાના સ્વાસ્થ્યને લગતા અપડેટ્સ શેર કર્યા છે. પોતાની તસવીરો શેર કરીને અભિનેત્રીએ ચાહકોને જણાવ્યું કે તેની તબિયત સારી નથી અને તેને હોસ્પિટલમાં લાવવામાં આવી છે. ઇલિયાનાએ શેર કરેલી તસવીરોમાં તે હોસ્પિટલના બેડ પર પડેલી જાેવા મળી રહી છે. આ સાથે તેના હાથમાં ડ્રિપ પણ છે. જાેકે, રાહતની વાત છે કે તેની હાલતમાં ઝડપથી સુધારો થયો છે અને તે સ્વસ્થ થઈ રહી છે. ઇલિયાનાના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ઇલિયાનાએ ફેન્સને એક સંદેશ પણ આપ્યો છે. ઈલિયાના એ ઈન્સ્ટાગ્રામ પર ફોટો સાથે કેપ્શનમાં લખ્યું, ‘મારા સ્વાસ્થ્ય વિશે માહિતી માટે સતત મેસેજ કરનારા તમામ નો આભાર. હું હવે ઠીક છું અને મને સમયસર સારવાર મળી છે. તેણે એમ પણ લખ્યું છે- ‘એક દિવસમાં કેટલું બદલાય છે. કેટલાક સારા ડોકટરો અને ૈંફ પ્રવાહીની ૩ બેગ’.મીડિયા રિપોર્ટ અનુસાર ઇલિયાના ને ડિહાઇડ્રેશન ને કારણે હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવી હતી. ઇલિયાના ના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી લાંબા સમયથી કોઈ ફિલ્મ કે પ્રોજેક્ટમાં જાેવા મળી નથી. તે છેલ્લે ‘ધ બિગ બુલ’માં અભિષેક બચ્ચન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જાેવા મળી હતી. આ ફિલ્મમાં તેનું મહત્ત્વનું પાત્ર હતું. ઇલિયાના એ વર્ષ ૨૦૧૨માં અનુરાગ બાસુની ફિલ્મ ‘બરફી’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં હતા.
