Gujarat

 માંગરોળ સુધરાઈ ની બોડીની પુરી થતી મુદ્દત આને નવી ચુંટણી વચ્ચે વહીવટદાર મુકાવાની ચર્ચાઓ વચ્ચે પ્રજાકિય

 માંગરોળ સુધરાઈ ની બોડીની પુરી થતી મુદ્દત આને નવી ચુંટણી વચ્ચે વહીવટદાર મુકાવાની ચર્ચાઓ વચ્ચે પ્રજાકિય શાસનમાં લોકોની સમસ્યાઓ ઠેરની ઠેર રહી છે  લોકોની સુખાકારીને બદલે શાશકોએ પોતાની સુખાકારીની ચિંતા વધુ કરી હોય તેમ સ્પષ્ટ જણાય છે સ્વરછ, પારદર્શક અને પ્રમાણીક વહીવટ ને બદલે ભ્રષ્ટાચાર યુક્ત શાશનનો લોકોને અનુભવ થયો છે પાંચ વર્ષનાં શાસનમાં પ્રથમ અઢી વર્ષ ભાજપના સભ્યો ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરી તપાસની માગણી કરતા હતા તે બીજી અઢી વર્ષ ની ટર્મમા કોંગ્રેસ સાથે સતામા જોડાઈને ‍મૌન બની ગયેલા પ્રજાને જોવા મળ્યા ગટરો કઢાવવા પ્રજાની હાડમારી સાંભળનાર કોઈ ન હતું,પાંચ, છ કે સાત દિવસે કોઈ સમય વિના ગમે ત્યારે થતાં પાણી વિતરણની સમસ્યાથી પરેશાન પ્રજાનું સાંભળનાર કોઈ નહતું, બીબાઢાળ બજેટોમા પ્રજાને નવા ગાર્ડનો,રસ્તાઓ, દવાખાનાં, નવી શાક માર્કેટો, રમતગમતના મેદાનો નવા વિકસેલા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવા સહિતની નવી સુવિધાઓ આપવાનો કોઈ વિચાર પ્રજાને જોવા ન મળ્યો  પાંચ વર્ષમાં પ્રમુખ અને ચિફ ઓફીસર માટે લાખોના ખર્ચે બે નવી નકોર ગાડીઓ ખરીદાતા પ્રજાએ જોઈ,રસ્તાઓ બનતા આને તુટતા પ્રજાએ વારંવાર જોયા, શહેરની સુધરાઈ ના ચોપડે નોધાયેલી ૧૬૯૪૮ મીલ્કત ધારકો પાસે થી સફાઈ વેરો,દિવાબતી વેરો, પાણી વેરો, મિલ્કત વેરો, શિક્ષણ ઉપકર પેટે દર વર્ષે સુધરાઈ ને એક કરોડ સત્યાસી લાખની ઈન્કમ થાય છે પ્રજા દર વર્ષે સફાઈવેરા પેટે વાર્ષિક ૫૦/લેખે ૧૬૯૪૮ મિલ્કત ધારકો દર વર્ષે (૮,૪૭,૪૦૦/)આઠ લાખ સુડતાલીસ હજાર ચારસો જેટલી રકમ ભરે છે સુધરાઈ ની હાલની બોડીને તેમાં વધારો કરી ૫૦/ની જગ્યાએ સફાઈ વેરો ૨૦૦/ કરેલ છે જે લાગુ થતાં સફાઈ વેરાની વાર્ષિક રકમ ૮,૪૭,૪૦૦/ થી વધીને ૩૩,૮૯,૬૦૦/તેત્રીસ લાખ નેવ્યાસી હજાર છસ્સો થશે સામે સહેરની સફાઈ ની સ્થિતિ શું છે? તે પ્રજા જાણે છે કારમી સફાઈ કામદારો ની ૪૦ જેટલી જગ્યાઓ ખાલી છે ૩૫ સફાઇ કામદારો ની ભરતી માટે અરજીઓ મંગાવી લીધાને છે માસથી વધુ સમય થયો છે જેના ઈન્ટરવ્યુ લઈ નિમણૂંક આપવાની પ્રક્રિયા કરાતી નથી સફાઈ નો વાર્ષિક કોન્ટ્રાક્ટ આપી વર્ષોથી રોજમદારો તરીકે સફાઈ કરતા સીતેર જેટલા વાલ્મીકિ સમાજના રોજમદારોને  આઉટ સોર્સીગ પધ્ધતિ માં મોકલી તેના કાયમી ના હક્કો છીનવી લેવાયા છે કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સી દ્વારા ઓગષ્ટ -૨૨ માસથી ડીસેમ્બર-૨૨સુધી  આ લોકોને વેતન ન ચુકવતા આખરે ૫૩ જેટલા સફાઈ કામમાં જોડાયેલા લોકોએ કામ છોડી દેવા ફરજ પડી છે હજુ વધુ લોકો આ વેતન અપાતું ન હોય કામ છોડવા મજબૂર બની રહ્યા છે તેમના પીએફની રકમ પણ એજન્સી એ જમા કરાવી નથી ચિફ ઓફીસર સહિતને રજૂઆત છતાં પરીણામ આવ્યું નથી સફાઈ અટકી પડી છે કચરાના ગંજો જમા થઈ રહ્યા છે છતાં પ્રજાના પ્રતિનિધિઓ ચૂપ છે જે લોકો જોઇ રહ્યા છે
       આજે રીતે પ્રજા દિવાબતી વેરા પેટે વાર્ષિક ૩૦/લેખે સુધરાઈ માં દર વર્ષે રૂપિયા ૫,૦૮,૮૪૦/- (પાચ લાખથી વધુ)ચુકવે છે જેમાં હાલ ની બોડીએ ૩૦/-નો વેરો વધારીને ૧૨૦/કરતા પ્રજાએ પોતે ચુંટીને મોકલેલા પોતાના પ્રતિનિધિઓ ની મહેરબાની થી હવે પાચ લાખને બદલે વાર્ષિક રૂપીયા ૨૦,૦૩૩,૭૬૦/ (વીસ લાખથી વધુ) ચુકવવા પડશે આ પણ પ્રજા જોઈ રહી છે
     પાણી માટે  નોંધાયેલા ૧૩,૨૬૬ નળ જોડાણ ધારકો પાણી વેરાના વાર્ષિક ૫૦/ લેખે વર્ષના રૂ.૭૯,૫૯,૬૦૯/ ઓગણા એસી  લાખ ઓગણ સાઈઠ હજારથી વધુ નો પાણી વેરો ચુકવે છે છતાં પ્રજાને નિયમિત સમયસર પાણી પુરૂં પાડવાની વ્યવસ્થા ચુંટાયેલા સભ્યો અને બોડી પાંચ વર્ષ માં કરવામાં નિષ્ફળ રહી છે
   હાઉસ ટેક્ષ પેટે રૂપીયા.સાડા પાચ કરોડની રકમ વસુલવાની બાકી છે ડીસેમ્બર સુધી માં એક કરોડની વસુલાત થઈ છે
     વ્યવસાય વેરા પેટે નોંધાયેલા ૨૫૦૦ વ્યાવસાયિકો પાસે થી સુધરાઈ ને વાર્ષિક બાર લાખ જેટલી આવક થાય છે જેની વસુલાત પેટે સુધરાઈ ને ડીસેમ્બર સુધી માં ૩૪લાખથી વધુની આવક થઈ છે ૨૦૦૮મા સુધરાઈ ને આ વેરો વસૂલવા મળેલ અધિકાર ૨૦૨૨ થી શરુ કરાતા એક સાથે ૧૪ વર્ષના વેરાની રકમ ના બીલો મોકલાતા ભારે કચવાટ ફેલાયો છે આ બાબતે પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાને પડખે ઉભવાને બદલે મૌન રહેલ છે જે પણ પ્રજા જોઈ રહી છે
     24 AKTM 00075 F1D0  વાળો જીએસટી નંબર અને AAHFH4337C નંબરથી પરમેનેન્ટ એકાઉન્ટ નંબર(પાન કાર્ડ) ધરાવતી માંગરોળ નગરપાલિકાને  ગત ૨૦૨૨ ના વર્ષ સુધી ટેક્ષ વેરાની કુલ રૂ.૧,૨૪,૨૯,૦૧૭ (એક કરોડ ચોવીસ લાખથી વધુ) ની ઈન્કમ થયેલ છે ઓકટ્રોય બંધ કરાતા તે પેટે સુધરાઈ ને રૂપીયા ૨,૩૩,૮૪,૨૪૧/ (બે કરોડ તેત્રીસ લાખ ચોર્યાસી હજાર થી વધુ) ની રકમ સરકાર તરફથી મળેલ છે આ ઉપરાંત પગાર ભથ્થા ગ્રાન્ટ, વિકાસ પરવાનગી આવક (૨૭લાખથી વધું) અન્ય આવક (નવ લાખ છયાસી હજારથી વધુ) મળી કુલ રૂ૪,૯૩,૪૫,૯૯૬/(ચાર કરોડ ત્રાણુ લાખ થી વધુ ની છે આ રકમ દર માસે વધ ધટ થતી હોય છે) જયારે અંતિત ગ્રાન્ટ (વપરાયા વિનાની ગ્રાન્ટ) રૂ૧,૭૩,૫૭,૧૬૯/ ( એક કરોડ તોતેર લાખ થી વધુ) જમા પડી છે સરકાર ના ૨૦૨૩ના નિર્ણય મુજબ જે સંસ્થા પાસે આવી અંતિત ગ્રાન્ટ પડેલ હોય તે પહેલાં જમા રાખી તેનું વ્યાજ સંસ્થા વાપરી શકતી તે વ્યવસ્થા બંધ કરી આવી ગ્રાન્ટ પરત સરકાર માં જમા કરાવી દેવા નિયમ કરતા આ ગ્રાન્ટ વાપરી ન શકતા પરત સરકાર માં જમા થઈ જશે)
   સુધરાઈ ની સ્ટીટ લાઈટો ના બીલની ૩૪ લાખની રકમ ચુકવવા ની બાકી છે વોટરવર્કસ નુ ૪ કરોડ ૩૨ લાખ થી વધુનું બીલ બાકી છે કચેરી સહીતનુ અન્ય ૫૨ હજારનુ બીલ મળી કુલ ૪ કરોડ ૬૬લાખ ૮૬ હજાર ૫૮૧ રૂપીયાનુ વિજ બીલ બાકી છે નિવૃત કર્મચારીઓને આપવાની થતી ગ્રેચયુટી ની ૮૧ લાખથી વધુ રકમ ચુકવવા ની મળી રૂપિયા ૫,૪૮,૫૭,૭૬૨/(પાંચ કરોડ થી વધુ) નું દેણું છે પાણી પુરુ વિભાગ દ્વારા દર વર્ષે અપાતા નર્મદા ના પાણી ના બીલની બાકી રકમ નો તથા સ્ટશનરી, ઝેરોક્ષ,ડીઝલ, સ્ટ્રીટલાઇટનો વાયર વિગેરે માલ સહિતના બીલોના લેણાનો આમાં સમાવેશ થયો નથી
    કાપડ બજાર, મોટા રબારી વાડા, ગાયત્રી નગર જેવા અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા છે ચોમાસાની સફાઈ અને દવા છંટકાવની ગ્રાન્ટ ક્યાં વપરાય છે તે કોઈ જાણતું નથી પ્રજા દુઃખી આને સેવકો સુખી થયા છે હવે ફરી ચુંટણી આવે છે ફરી હીન્દુ મુસ્લિમ માં પ્રજાને વિભાજીત કરી મતો મેળવી ચુંટાઈને પ્રજાને ભુલી જવાનો ખેલ પડશે જોઈએ આ વખતે માંગરોળ ની પ્રજા માંગરોળ વાસી તરીકે મતદાન કરશે કે હિન્દુ મુસ્લિમ માં વહેંચાઈ ફરી મુર્ખ બનશે તે માટે રાહ જોઇએ ,,
રીપોર્ટર,, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *