છોટા ઉદેપુરના બોડેલી ગામના નીતિન પટેલે ૨૫ વર્ષ અગાઉ અમેરિકા ખાતે જઈને એક અમેરિકન મહોકાવસાથે લગ્ન કર્યા હતા, લગ્નની વર્ષ ગાંઠની સિલ્વર જ્યુબીલી ઉજવવા ખાસ પોતાના અમેરિકન સાસરીયાઓ સાથે બોડેલી આવીને હાથી ઘોડા અને બગીમાં વરઘોડો કાઢીને અનોખી રીતે ઉજવણી કરી હતી.
છોટા ઉદેપુર જીલ્લો આમ તો મોટેભાગે આદિવાસી જીલ્લો છે. પરંતુ કેટલાક વિસ્તારમાં અન્ય જ્ઞાતિઓની વસ્તી પણ નોંધપાત્ર છે. ત્યારે બોડેલીમાં વર્ષો પહેલા એક નીતિનભાઈ પટેલ રહેતા હતા. તેઓ ૧૯૯૬ માં બોડેલી થી અમેરિકા સ્થાયી થયા હતા.ત્યાં જઈને તેઓએ ૧૯૯૭ માં અમેરિકન યુવતી સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય પહેલા જ તેઓએ અમેરિકામાં પોતાની લગ્નની ૨૫ મી વર્ષ ગાંઠની સિલ્વર જ્યુબીલી ઉજવી હતી. પરંતુ નીતિનભાઈ પટેલ અમેરિકામાં રહેતા હોવા છતાં પોતાનો દેશ પ્રેમ અને પોતાનું કલ્ચર ભૂલી શક્યા ન હતા અને એટલે જ તેઓએ પોતાની લગ્નની ૨૫ વર્ષ ગાંઠ સિલ્વર જ્યુબીલી ઉજવવા ખાસ પોતાની અમેરિકન પત્ની, બાળકો અને અમેરિકન સાસરીયાઓ સાથે બોડેલી ખાતે આવ્યા હતા
બોડેલી આવીને તેઓએ ઉજવણી લેવા માટે ખાસ હાથી બોલાવ્યો હતો અને હાથી પર પોતાના સાસરિયાં તેમજ પરિવારજનોનો વરઘોડો કાઢ્યો હતો સાથે સાથે ઘોડો તેમજ બગી પણ મંગાવીને આખા બોડેલીમાં બેન્ડના તાલે વરઘોડો કાઢ્યો હતો.
દેશીબાબુ ઈંગ્લીશ મેમની ૨૫ વર્ષની લગ્નની વર્ષગાંઠ ની ઉજવણીમાં અંગ્રેજોને ભારતીય પોશાકમાં જોધપુરી શૂટ, ફેંટો પહેરીને વરઘોડામાં ફરતા જોઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


