Maharashtra

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થના લગ્નની જાેરશોરથી તૈયારીઓ

મુંબઈ
જેસલમેરમાં ત્રણ દિવસ વેડિંગ ફંક્શન યોજાશે. લગ્નમાં અંદાજે ૧૦૦-૧૨૫ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં કરન જાેહર, મનીષ મલ્હોત્રા, શાહિદ કપૂર-મીરા રાજપૂત, ઈશા અંબાણી સામેલ છે. સૂત્રોના મતે, ત્રણ ફેબ્રુઆરીના રોજ સિક્યોરિટી ગાર્ડ્‌સ તથા બૉડીગાર્ડ્‌સ જેસલમેર આવશે.સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણી છ ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેર પેલેસમાં લગ્ન કરવાના છે. આ ગ્રાન્ડ વેડિંગની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કિઆરા પોતાના વેડિંગ આઉટફિટને ફાઇનલ ટચ આપવામાં વ્યસ્ત છે તો સિદ્ધાર્થ હાલમાં દિલ્હીમાં તૈયારીઓ પર નજર રાખી રહ્યો છે. હવે આ લગ્નમાં કેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેની વિગત સામે આવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, કિઆરા અડવાણીના પ્રી વેડિંગ ફંક્શન ચાર તથા પાંચ ફેબ્રુઆરી યોજાશે, જેમાં મહેંદી, હલ્દી તથા સંગીત સેરેમની સામેલ છે. જેસલમેર પેલેસ હોટલમાં ૮૦ રૂમ બુક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૭૦ લક્ઝુરિયસ કાર જેવી કે મર્સિડિઝ, મ્સ્ઉ, જગુઆર મહેમાનો માટે ભાડે લેવામાં આવી છે. લગ્ન બાદ સિદ્ધાર્થ તથા કિઆરા બે રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરશે. એક દિલ્હીમાં તથા એક મુંબઈમાં યોજવામાં આવશે. મુંબઈની રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સને આમંત્રણ આપવામાં આવશે. સિદ્ધાર્થ તથા કિઆરાએ લગ્ન અંગેની પુષ્ટિ કરી નથી. ગયા મહિને જ્યારે સિદ્ધાર્થને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે એવો જવાબ આપ્યો હતો કે તે હજી સુધી પરિણીત નથી.

File-01-Photo-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *