Delhi

ભારતીય આઇ ડ્રોપથી અમેરિકામાં ઇન્ફેક્શન ફેલાયાનો દાવો

ન્યુદિલ્હી
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એસોસિએશન એ એક સૂચનામાં જણાવ્યું છે કે આ આંખના ટીપાં કોઈપણ બેક્ટેરિયાથી દૂષિત હોવાની આશંકા છે. લોકોએ તેનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવો જાેઈએ. દૂષિત દવાનો ઉપયોગ કરવાથી આંખનું ખતરનાક ઈન્ફેક્શન થઈ શકે છે, તેનાથી આંખ ગુમાવવાથી લઈને મોત સુધીનું જાેખમ છે.ભારતીય ફાર્મા કંપનીએ યુએસ માર્કેટમાંથી આઇ ડ્રોપ્સનો તેનો માલસામાન પરત મગાવ્યો છે. તાજેતરમાં, યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ લોકોને આ દવાની ખરીદી અને ઉપયોગ તાત્કાલિક બંધ કરવા અપીલ કરી હતી. ઝ્રડ્ઢઝ્ર દાવો કરે છે કે આંખના ટીપાં દ્વારા ચોક્કસ ઈન્ફેક્શન ફેલાય છે. અત્યાર સુધીમાં ૫૫ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. એક વ્યક્તિનું મોત પણ થયું છે. આંખના ટીપાંનું નામ એઝરીકેર આર્ટિફિશિયલ ટીયર્સ છે. તેનું ઉત્પાદન ચેન્નાઈ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ગ્લોબલ ફાર્મા હેલ્થકેર દ્વારા કરવામાં આવે છે. હાલમાં, ઝ્રડ્ઢઝ્ર દવાની ન ખોલેલી બોટલોની તપાસ કરી રહી છે. બીજી તરફ, કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આઇ ડ્રોપ્સના તમામ લોટ એક્સપાયર થયા તે પહેલા પરત મગાવવામાં આવ્યા છે. આઇ ડ્રોપ્સના ઉપયોગથી અમેરિકાના ૧૨ રાજ્યોમાં સ્યુડોમોનાસ એરુગિનોસા નામના બેક્ટેરિયાનો ચેપ ફેલાઈ રહ્યો છે. આ બેક્ટેરિયા માનવ લોહી, ફેફસાં અને અન્ય અંગોને ચેપ લગાડે છે. અત્યાર સુધીમાં ૫૫ લોકો તેનાથી સંક્રમિત થયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. આ સિવાય ૧૧ લોકોએ આંખોની રોશની ગુમાવી છે. હેલ્થ એક્સપર્ટના મતે, હાલ સ્યુડોમોનાસ એરુગિનોસાના ચેપનો ઇલાજ કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આ બેક્ટેરિયા પહેલા કરતા વધુ ખતરનાક બની ગયો છે. હવે સામાન્ય દવાઓથી પણ તેની સરળતાથી સારવાર થઈ શકતી નથી. આ બેક્ટેરિયા પાણી અને જમીનમાં પણ ફેલાઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઉૐર્ંએ ગયા મહિને બે ભારતીય કફ સિરપના ઉપયોગને લઈને એલર્ટ જાહેર કર્યું છે. વાસ્તવમાં, ૨૨ ડિસેમ્બરે, ઉઝબેકિસ્તાને ૧૯ બાળકોના મૃત્યુ માટે નોઈડાના મેરિયન બાયોટેકમાં બનેલી એમ્બ્રોનોલ અને ડોક-૧ મેક્સ કફ સિરપને જવાબદાર ઠેરવી હતી. ઉૐર્ંને પણ તેની તપાસ કરવા કહ્યું. ગામ્બિયાએ ૭૦ બાળકોનાં મૃત્યુ માટે ભારતમાં બનેલી ૪ કફ સિરપને પણ જવાબદાર ગણાવી છે. ઉૐર્ંએ પણ આ કફ સિરપના ઉપયોગ અંગે ચેતવણી જારી કરી હતી. જાેકે ભારતે કહ્યું હતું કે અમે કફ સિરપનું પરીક્ષણ કર્યું છે. તેમની ગુણવત્તા યોગ્ય જણાઈ હતી. આ પછી, ગામ્બિયન સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું કે ભારતીય સીરપને તેમના દેશમાં બાળકોના મૃત્યુ સાથે કોઈ લેવાદેવા નથી.

File-01-Photo-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *