Delhi

અમેરિકા અને ભારતની વચ્ચે ત્રણ અબજ ડોલરના હથિયારો અંગે ડીલ થાય તેવી સંભાવના

નવીદિલ્હી
જાસુસી બલુન પર ચીન અને અમેરિકાની વચ્ચે વિવાદ વધુ ઘેરાયો છે.ચીનને આમ પણ અમેરિકા પોતાના માટે સૌથી મોટો પડકાર માને છે.જયારે ભારત માટે પણ ચીન મોટો ખતરો છે.આવામાં અમેરિકા અને ભારત મળી ચીનને ચુપ કરાવવાની રણનીતિ અપનાવી રહ્યાં છે.આ કડીમાં અમેરિકા ભારતની સાથે ત્રણ અબજ ડોલરની સમજૂતિ કરી શકે છે.જે હેઠળ એક એવું ખતરનાક હથિયાર ભારતની પાસે આવશે જેનાથી ચીનની ઉઘ હરામ થઇ શકે છે.એલઓસીની દુર્ગમ પહાડી વિસ્તારોમાં આ હથિયાર ખુબ અસરદાર સાબિત થશે આ હથિયાર છે હુમલાખોર ડ્રોન ૩૦-એમકયુ ૯ બી, ચીનના પડકારને જાેતા અમેરિકા તાકિદે ભારતને પોતાનું હથિયાર હુમલાખોર ડ્રોન ડ્રોન ૩૦-એમકયુ ૯ બી આપી શકે છે.બંન્ને દેશ ઇચ્છે છે કે હુમલાખોર ડ્રોનને લઇ ત્રણ અબજ ડોલરની આ ડીલ ઓછામાં ઓછા સમયમાં થઇ જાય.આ હુમલાખોર ડ્રોનની મદદથી ભારત ચીનથી લાગેલ સીમા અને હિંદ મહાસાગર ઉપરાંત પોતાના સમગ્ર દેખરેખ તંત્રને મજબુત કરી શકશે એ યાદ રહે કે એમકયુ ૩ રીપર ડ્રોનની મદદથી જ અમેરિકાએ ઓગષ્ટ ૨૦૨૨માં અફગાનિસ્તાનના કાબુલમાં અલ કાયદાના ડો અયમાન અલ જવાહિરીને ઠાર માર્યો હતો અમેરિકાએ આ ડ્રોનને દાગવા માટે હેલફાયર આરએકસ૯ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો એમકયુ ૯બી ડ્રોન પણ આ ડ્રોન સીરીજનો હિસ્સો છે.ડ્રોન ૩૦-એમકયુ ૯ બી પ્રીડેટર ડ્રોનને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા વધુ રક્ષા જરૂરતોની દ્‌ષ્ટિથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાથી ખરીદવામાં આવનાર કુલ ડ્રોનોમાંથી ત્રણ સેનાઓને ૧૦-૧૦ ડ્રોન સોંપવામાં આવશે આ ડ્રોન લગભગ ૩૫ મિનિટ સુધી હવામાં રહી શકે છે.તેનાથી અમેરિકી ડિફેંસ કંપની જનરલ એટોમિકસે બનાવ્યું છે જે રિમોટથી સંચાલિત થાય છે તેની દેખરેખ,ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને દુશ્મનના સ્થળોને નષ્ટ કરવા સહિત અને હેતુ માટે તહેનાત કરી શકાય છે.૪૫૦ કિલોગ્રામ વજનનો બોંબ અને ચાર હેલફાયર મિસાઇલ પણ આ ડ્રોન પોતાની સાથે કેરી કરી શકે છે. ડ્રોન ૩૦-એમકયુ ૯ બી ઉડયન ભર્યા બાદ ૧૮૦૦ મીલ એટલે કે ૨૯૦૦ કિલોમીટર સુધી ઉડી શકે છે એટલે તેને મધ્ય ભારતના કોઇ એયરબેસથી ઉડાવાયા છે તો તે જમ્મુ કાશ્મીરમાં ચીન અને પાકિસ્તાનની સીમા સુધી નિશાન સાંધી શકે છે. રિપોર્ટ અનુસાર ભારત લાંબા સમયથી આ શક્તિશાળી ડ્રોનને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું હતું ૨૦૧૭માં પહેલીવાર અમેરિકાના તે સમયના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સોદા પર ચર્ચા કરી હતી પરંતુ તે સમયે આ ડીલ થઇ શકી ન હતી માનવામાં આવે છે કે તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના અમેરિકી સમકક્ષ જેક સુલવિને આ મુદ્દા પર ચર્ચા કરી અને બંન્ને દેશોએ આ ડ્રોન ડીલ પ્રત્યે રસ દાખવ્યો છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *