Gujarat

કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને હોલીડે કેમ્પ મારામારી કેસમાં છ માસની સજા

જુનાગઢ
ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે છ માસની સજા ફટકારી છે. વર્ષ ૨૦૧૦માં ચોરવાડ ગામ પાસે હોલીડે કેમ્પમાં મારામારી થઇ હતી આ કેસમાં મીત રોહન વૈદ્યને માર મારવામાં આવ્યો હતો. રોહન વૈદ્યે ચોરવાડ ખાતે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની સુનાવણી જુનાગઢનાં માળીયાહાટીના કોર્ટમાં આજે હાથ ધરાઇ હતી. જેમા કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ વિમલ ચુડાસમા તેમજ તેની સાથે અન્ય ચાર લોકોને છ મહિનાની સજા ફટકારી છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને ૨૦૧૦ના મારામારીના કેસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ કેસમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યાં છે. ૨૦૧૦માં માળિયા તાલુકામાં મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં વિમલ ચુડાસમાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. જેમને કોર્ટે દોષિત જાહેર કરયા છે. ૨૦૧૦માં હોલીડે કેમ્પ ખાતે કોઈ મામલાને લઈને મીત વૈધ અને હરીશ ચુડાસમાં પર હુમલો કરાયો હતો. આ કેસ માળિયા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેની આજે કોર્ટે સુનાવણી હાથ ધરતાં વિમલ ચુડાસમાને દોષિત જાહેર કરીને સજા ફટકારવવામાં આવી છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *