Gujarat

ફિલ્મ ‘કબીર સિંહ’ જેવો કિસ્સો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સામે આવતાં ખળભળાટ મચ્યો

રાજકોટ
તાજેતરમાં જ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. ત્યાર બાદ ગણતરીના જ દિવસોમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટની બદલી કરવામાં આવી હતી. સિવિલ સુપ્રિટેન્ડન્ટની બદલી બાદ હજુ પણ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં તબીબ ચાલુ ફરજ દરમિયાન નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ચાલુ ફરજ દરમિયાન નશાની હાલતમાં ડોક્ટર સાહિલ ખોખર દર્દીઓને તપાસતો હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર મામલાની જાણ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને થતા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે રેડ દરમિયાન સાહિલ ખોખર નશાની હાલતમાં ઝડપાયો હતો. તેમજ તેની પાસેથી ૧૫૦ એમએલ દારૂ ભરેલી બોટલ પણ ઝડપાઈ હતી. સમગ્ર મામલે એસીપી ક્રાઈમ ભરત બસિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડોક્ટર સાહિલ ખોખર વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ તેની અટકાયત પણ કરવામાં આવી હતી. જાેકે, જામીન મળ્યા બાદ તેને છોડવામાં આવ્યો છે. બીજી તરફ, સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સુપ્રિટેન્ડન્ટ સુરેશ રાઠોડનું પણ નિવેદન સામે આવ્યું છે. સુરેશ રાઠોડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે. તપાસ કમિટી માત્ર ૨૪ કલાકમાં પોતાની તપાસ પૂર્ણ કરશે. ડોક્ટર સાહિલ ખોખર સાથે ફરજ બજાવનારા કર્મચારીઓના નિવેદન નોંધવાની કામગીરી શરૂ છે. આ સમગ્ર મામલાનો રિપોર્ટ ગાંધીનગર આરોગ્ય વિભાગને પણ સોંપવામાં આવશે. આરોગ્ય વિભાગ તરફથી જે કંઈ પણ આદેશ આપવામાં આવશે. તેનું પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સાહિલ ખોખર અવારનવાર સિવિલ હોસ્પિટલમાં દારૂનું સેવન કરતો હોય, તેમજ એક યુવતીને વારંવાર રૂમમાં પણ પૂરતો હોય તે પ્રકારની ચર્ચા હાલ ઊઠી છે. જાેકે, આ બંને ચર્ચામાં કેટલું તથ્ય છે તે બાબતે ઇન્ચાર્જ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ તપાસ કરાવશે. તેમજ સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવશે. આવતીકાલ સુધીમાં કરાર આધારિત તબીબ સોહિલ ખોખરને છૂટા કરવામાં આવે તેવી પણ સૂત્ર તરફથી માહિતી મળી રહી છે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *