Gujarat

સાબરકાંઠા જિલ્લામાં સંગઠનમાં ફેરફાર થશે કે પછી… રાજકીય અટકડો ચાલી રહી છે

જીતુ ઉપાધ્યાય
હવે ઠંડીની મોસમ ધીરે ધીરે કરવટ બદલતી રહી છે સવારે છ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી સામાન્ય ઠંડીની લહેર રહે છે અને ત્યાર પછી ગરમીની શરૂઆત થઈ જતી હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીમાં ધીરે ધીરે ગરમાવો જાેવા મળે છે જિલ્લામાં પક્ષના સંગઠનમાં ફેરફાર થવાની પક્ષના કાર્યકરો માંથી વાતો બહાર આવી રહી છે કેટલાક કાર્યકરો પોતાની હૈયા વરાળ કાઢી રહ્યા છે કે હવે સંગઠનમાં ફેરફાર થવો જાેઈએ વિધાનસભાની ચૂંટણી પછી આવી ગયેલા પરિણામોમાં ચૂંટણી સમયે પક્ષથી વિરુદ્ધ કાર્યકર્તા જાેવા મળ્યા હતા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ કેટલાક પક્ષના પહેલેથી વફાદાર રહેલા સૈનિકની માફક હજી સાઇડ પર જ જાેવા મળે છે તેઓ હવે તૈયાર થઈને જ પણ બેઠા છે હવે સંગઠનમાં અમને પદ મળશે તેવી આશા સેવી રહ્યા છે કે હવે ૨૦૨૩ માં આવનારી લોકસભાની ચૂંટણીમાં સંગઠનમાં કંઈક ફેરફાર થાય તેવી જંખના કરી રહ્યા છે તો નવ યુવાનો પણ સંગઠનમાં ફેરફાર થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે અને યુવાનોને તક આપી જાેઈએ એવી પણ વાતો બહાર આવી રહી છે હિંમતનગર તાલુકામાં પક્ષના સંગઠનમાં ફેરફાર થાય એવું વિચારી રહ્યા છે પરંતુ જે હોય તે હાલમાં સંગઠનમાં કઈ ફેરફાર થાય તેવું લાગતું અને જણાતું નથી આ તો રાજકારણમાં ચાલી રહેલ ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાંથી બહાર આવી રહી છે ભાઈ આ તો રાજકારણ છે ક્યારે શું થાય તે કોઈને ખબર નથી હવે એ તો આવનારો સમય જ બતાવશે પણ અત્યારે પક્ષના કાર્યકર્તાઓમાં ફેરફાર થવો જાેઈએ તેવી આડકતરી વાતો ચાલી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *