કલેકટર શ્રી રચિત રાજે મુખ્યમંત્રી ગૌશાળા પોષણ સહાય યોજના ની સમીક્ષા કરી હતી. આ સંદર્ભે કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને પાત્રતા ધરાવનાર તમામ ગૌશાળા-પાંજરાપોળને મુખ્યમંત્રી ગૌ-શાળા પોષણ સહાય યોજના હેઠળ આવરી લેવા માટે જરૂરી નિર્દેશ આપ્યા હતા.
હાલમાં જૂનાગઢ જિલ્લામાં ૧૫૭ જેટલી ગૌ-શાળા અને પાંજરાપોળને મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ સહાય યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. જેમાં પ્રતિ પશુદિઠ દૈનિક રૂ.૩૦નો નિભાવ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ પાંજરાપોળ-ગૌશાળાનો સંચાલકો સાથે સંપર્ક કરી, તેમને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજના નો લાભ મળે તે દિશામાં કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એલ.બી બાંભણિયા સહિત પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
