જોડીયા તાલુકામાં આવેલી બારાડી પ્રાથમિક શાળા, કુનડ પ્રાથમિક શાળા, બાદનપર પ્રાથમિક
શાળા, ભાદરા પ્રાથમિક શાળા, માનપર પ્રાથમિક શાળા, મેઘપર પ્રાથમિક શાળા, જશાપર પ્રાથમિક શાળા, જીરાગઢ પ્રાથમિક
શાળા, બોડકા પ્રાથમિક શાળા, અંબાલા પ્રાથમિક શાળા, કોઠારીયા પ્રાથમિક શાળા, જામસર પ્રાથમિક શાળા, જુના માવનું ગામ
પ્રાથમિક શાળા, નવા માવનું ગામ પ્રાથમિક શાળા, જોડિયા તાલુકા શાળા- ૨ જોડિયા, તારાણાધાર પ્રાથમિક શાળા અને
બીણાધાર પ્રાથમિક શાળા- આ તમામ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ રસોયા કમ મદદનીશની ખાલી જગ્યા ભરવાની
હોવાથી જે ઉમેદવારો ફરજ બજાવવા ઇચ્છતા હોય તેઓએ મામલતદાર કચેરી, જોડીયાથી અને મધ્યાહન ભોજન શાખામાંથી
રજાના દિવસો સિવાય કચેરી સમય સવારે ૧૧:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ દરમિયાન રૂબરૂ આવીને નિયત અરજી પત્રક
મેળવવાના રહેશે.
આગામી તા. ૧૦/૦૨/૨૦૨૩ સુધીમાં વિગતો ભરીને પ્રમાણપત્રની નકલો અરજી સાથે રજૂ કરવાની રહેશે. આ અંગેના
ઈન્ટરવ્યુની તારીખ અંગે રજૂ થયેલ અરજીઓ મુજબ લાયકાત ધરાવતા અરજદારોને તારીખ અને સમયની જાણ કરવામાં
આવશે. ઇન્ટરવ્યૂમાં સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. ઇન્ટરવ્યુમાં જરૂરી આધાર પુરાવાઓ જેવા કે શાળા છોડ્યાનું સર્ટિફિકેટ, બેન્ક
ખાતા નંબર, જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, રેશનકાર્ડ, શારીરિક તંદુરસ્તી માટે તબીબી પ્રમાણપત્ર અને
સ્થાનિક રહેતા હોય તેવા પુરાવાઓ સાથે લાવવાના રહેશે.
આ યોજનામાં સંચાલક કમ રસોયા કમ મદદનીશ તરીકે નિમણુક પામનાર વ્યક્તિની લઘુતમ વયમર્યાદા ૨૦ વર્ષ અને મહતમ
૫૮ વર્ષની રાખવામાં આવી છે. ઉમેદવાર ધો. ૧૦ પાસ હોવા જોઈએ, અને તે જ ગામના વ્યક્તિ હોવા જોઈએ. જે ગામે ધો.
૧૦ પાસ ન હોય ત્યાં ધોરણ-૭ પાસ માટે છૂટછાટ આપવામાં આવશે. ગામડાની વિધવા, ત્યકતા, નિરાધાર સ્ત્રીઓ, આર્થિક
રીતે નબળી વ્યક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને નિમણુકમાં અગ્રતા આપવામાં આવશે. મહિલા ઉમેદવારોને
પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.
અગાઉ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં જેમણે સંચાલક તરીકે ફરજ બજાવેલ હોય અને નિમણુંક માટે પાત્રતા ધરાવતા હોય તેવી
વ્યક્તિઓને નિમણૂકમાં અગ્રતા આપવામાં આવશે. સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર હોય, માનદ વેતન મેળવતા હોય તેવા
વ્યક્તિઓ, અનાજ દળવાની ઘંટી ચલાવતા હોય, શાકભાજી, મરી મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતી હોય તેવી વ્યક્તિઓ
અરજી કરી શકશે નહી.
અરજી પત્રક સાથે શાળા છોડ્યાના પ્રમાણપત્રો, માર્કશીટ તથા રેશનકાર્ડ, ચૂંટણી ઓળખપત્ર તથા અન્ય અનુભવ અંગેના
સર્ટિફિકેટની પ્રમાણિત નકલો પોતાના નામ સરનામાંની સાથે રજૂ કરવાની રહેશે, તેમ મામલતદારશ્રી, જોડીયાની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.
