Gujarat

અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામેથી ચોરી થયેલ ટ્રેકટર તથા ટ્રોલીના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ, અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં બનતા ચોરી,ઘરફોડ ચોરી જેવા અનડીટેક્ટ ગુનાઓ સત્વરે ડિટેક્ટ કરવા તથા મુદામાલ રીકવર કરી આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે,પી,ભંડારી સાહેબ અમરેલીનાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦૦૬૭૨૦૨૩ આઇ.પી.સી, ક.૩૭૯
મુજબનો ટ્રેક્ટર ચોરીનો ગુનો રજી. થયેલ હોય જે કામે ફરીયાદીની ફરીયાદ મુજબ પોતાના ઘરથી બહાર રાખેલ ટ્રેક્ટર તથા ટ્રોલી સહિત કિ.રૂ.૨,૬૦,૦૦૦/-ના મુદ્દામાલ કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરીને લઇ ગયેલ હોય જે અંગે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. પી.બી.લક્કડ સાહેબ તથા અમરેલી રૂરલ પોલીસ ટીમ દ્વારા સદરહું અજાણ્યા આરોપી અંગે તપાસ કરતા અને અંગત બાતમીદારો દ્વારા અજાણ્યા આરોપી અંગે તપાસ દરમ્યાન બે આરોપીઓને ઝડપી ચોરીમાં ગયેલ ૧૦૦% મુદ્દામાલ રીકવર કરી તમામ સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓ:- જયેશભાઇ ઉર્ફે કાળુ સઓ ચતુરભાઇ કાબાભાઇ વાઘેલા ઉ.વ.૧૯ ધંધો.મજુરી રહે,વિઠ્ઠલપુર ખંભાળીયા
તા.જી.અમરેલી અનિલભાઇ સઓ બાબુભાઇ કમાભાઇ વાઘેલા ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.વિઠ્ઠલપુર ખંભાળીયા તા.જી.અમરેલી
પકડાયેલ મુદ્દામાલ – – સોનાર્લીકા કંપનીનું આર.એસ. મોડલનું ટ્રેક્ટર જેના રજી, GJ-14-AP-6286 કિ.રૂ.૧,૮૦,૦૦૦/– – ટ્રેકટરની ટ્રોલી જેના રજી.નં. GJ-14-1-7255 કિ,રૂ.૮o,000/-
આ કામગીરીમાં અમરેલી જીલ્લાનાં પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી.લક્કડ અમરેલી રૂરલ પો.સ્ટે.નાઓની પોલીસ ટીમ જોડાયેલ હતી.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230210-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *