Maharashtra

કોટન ખાંડીના વાયદામાં કામકાજના પ્રથમ દિવસે પ્રથમ સત્ર સુધીમાં 4,704 ખાંડીનું નોંધપાત્ર

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડોઃ
પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7117 કરોડ અને ઓપ્શન્સમાં
રૂ.13998 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.16 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,51,088 સોદાઓમાં કુલ રૂ.21,131.19 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7116.64 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13998.07
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 64,031 સોદાઓમાં કુલ રૂ.4,470.50 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.56,762ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,920 અને નીચામાં રૂ.56,502 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 વધી રૂ.56,749ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.293 ઘટી રૂ.45,390 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.5,581ના ભાવે પહોંચ્યો હતો.
સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,759ના ભાવે ખૂલી, રૂ.30 ઘટી રૂ.56,681ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,275ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.66,583 અને નીચામાં રૂ.66,160 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.264 ઘટી
રૂ.66,400 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.237 ઘટી રૂ.66,628 અને ચાંદી-માઈક્રો
ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.252 ઘટી રૂ.66,631 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,961 સોદાઓમાં રૂ.1,290.42 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.80 ઘટી રૂ.213.75 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.2.30 ઘટી
રૂ.268ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.766.95 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ
કોઈ ફેરફાર વગર રૂ.184ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 25,524 સોદાઓમાં કુલ રૂ.1,320.26 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,525ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,557 અને
નીચામાં રૂ.6,495 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.14 ઘટી રૂ.6,542 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.30 વધી રૂ.212.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 234 સોદાઓમાં રૂ.35.46 કરોડનાં કામકાજ થયા હતા. કોટન
ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,520 અને નીચામાં

રૂ.62,920 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 ઘટી રૂ.63,340ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના
વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.40 વધી રૂ.992 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,021.39 કરોડનાં
3,559.294 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,449.11 કરોડનાં 367.241 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.797.55 કરોડનાં 12,20,000 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.523 કરોડનાં 24511250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના
વાયદાઓમાં રૂ.29.77 કરોડનાં 4704 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.5.69 કરોડનાં 57.24 ટનના વેપાર
થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,277.953 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 884.198 ટન, ક્રૂડ તેલમાં 791000 બેરલ અને નેચરલ ગેસમાં 54225000
એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 2,928 ખાંડી, મેન્થા તેલમાં 420.84 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.16.48 કરોડનાં 213
લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,471ના સ્તરે ખૂલી, 20 પોઈન્ટ ઘટી 15,474ના સ્તરે
હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.13,998.07 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.358.36 કરોડ, ચાંદી તથા
ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.267.62 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12,349.72 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં
રૂ.1,022.04 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.198.49 કરોડનું થયું હતું. સૌથી
વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ
રૂ.65 ખૂલી, ઊપરમાં રૂ.135 અને નીચામાં રૂ.65 રહી, અંતે રૂ.10 ઘટી રૂ.127.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ
ફેબ્રુઆરી રૂ.210ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.25 ખૂલી, ઊપરમાં
રૂ.14.05 અને નીચામાં રૂ.11.45 રહી, અંતે રૂ.2.10 વધી રૂ.13.25 થયો હતો. સોનું માર્ચ રૂ.57,000ની સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.612 ખૂલી, ઊપરમાં રૂ.691 અને નીચામાં રૂ.600 રહી, અંતે
રૂ.11.50 વધી રૂ.646 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.67,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.700 ખૂલી, ઊપરમાં રૂ.840 અને નીચામાં રૂ.682 રહી, અંતે રૂ.160 ઘટી રૂ.765 થયો હતો. ચાંદી-મિની
ફેબ્રુઆરી રૂ.67,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.600 ખૂલી, ઊપરમાં રૂ.601 અને
નીચામાં રૂ.436 રહી, અંતે રૂ.230.50 ઘટી રૂ.525 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.65 ખૂલી, ઊપરમાં રૂ.106.20 અને નીચામાં રૂ.65 રહી, અંતે રૂ.0.70 ઘટી રૂ.84.50 થયો
હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.210ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ
રૂ.11.95 ખૂલી, ઊપરમાં રૂ.12.25 અને નીચામાં રૂ.10.30 રહી, અંતે રૂ.1.95 ઘટી રૂ.10.80 થયો હતો. સોનું માર્ચ
રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.393 ખૂલી, ઊપરમાં રૂ.409.50 અને
નીચામાં રૂ.340 રહી, અંતે રૂ.10.50 ઘટી રૂ.388 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.66,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.855 ખૂલી, ઊપરમાં રૂ.933.50 અને નીચામાં રૂ.779.50 રહી, અંતે રૂ.30 વધી
રૂ.831 થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.66,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ
રૂ.405.50 ખૂલી, ઊપરમાં રૂ.475 અને નીચામાં રૂ.380 રહી, અંતે રૂ.5 વધી રૂ.419.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *