ધોરણ 6 થી 8 ના 100 બાળકોએ ભાગ લીધો,શાળામાં 35 જેટલા ચૂલા બનાવવામાંઆવ્યા અને 35 ગ્રુપમાં જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવી.
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે પ્રાથમિક શાળા ખાતે લાઈવ રસોઈ શો યોજવામાં આવ્યો
જેમાં ધોરણ 6 થી 8 ના અંદાજે 100 બાળકોએ ભાગ લીધો હતો. શાળામાં 35 જેટલા ચૂલા બનાવવામાં આવ્યા અને 35 ગ્રુપમાં જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવી જેવી કે રીંગણનું ભડથું બાજરીના રોટલા બટેટા ભૂંગળા શક્કરપારા સમોસા ભજીયા મેથીના બટેટા વડા ભજીયા મરચાના રગડો દૂધપાક ખીર પુરી કટલીસ ચા આલુ પરાઠા દહીં સુખડી શીરો ડોનટસ મેન્દુ વડા બ્રેડ પકોડા પાપડ ઢોસા બટાટા પૌવા જેવી વિવિધ 35 વાનગીઓ બાળકોએ શાળામાં જ ચૂલા પર બનાવી. શાળામાં રાણપુર તાલુકાના ધોરણ 3 થી 5 ના ગણિત શિક્ષકોની તાલીમનું આયોજન હોય તાલુકાની તમામ શાળાએ આ લાઈવ રસોઈ શો નિહાળ્યો અને દરેક વાનગીઓ ટેસ્ટ કરી અમારા દરેક સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો.શાળા પરિવાર ને ખૂબ જ નવાઈ લાગી કે આપણા 10 થી 12 વર્ષના બાલુડાઓમાં આટલા મોટા કૈશલ્યો પડ્યા છે અને એમના હાથ માં ખરેખર જાદુ જોવા મળ્યો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


