Delhi

સ્વામી પ્રસાદ મૌર્યની ચેલેન્જ પર બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યો જવાબ

નવીદિલ્હી
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યને વળતો જવાબ આપ્યો છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમે કોઈને ભસ્મ નથી કરતા, પણ શિક્ષા આપીએ છીએ. જાે કે, સ્વામી પ્રસાદ મૌર્યના મુદ્દા પર સવાલ કરવા પર તેમણે કહ્યું કે, તેઓ કોઈ પણ રાજનેતાની કમેન્ટ પર જવાબ આપવા નથી માગતા. આપને જણાવી દઈએ કે, સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ હાલમાં જ ધીરેન્દ્ર શાસ્ત્રી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જાે એટલા જ ચમત્કારી છે, અને શક્તિ છે, તો ચીનને ખતમ કેમ નથી કરી નાખતા, દરરોજ ચીન ભારતને હેરાન કરે છે. બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીથી જ્યારે સવાલ કરવામાં આવ્યો, આપના વિરોધી લોકો કહી રહ્યા છે કે, એટલો જ ચમત્કાર કરી શકે છે, તો ચીનને ખતમ કેમ નથી કરતા? આ સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે, અરજી લગાવો, બાદમાં જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, શું અરજી લગાવવાથી ચીનને ભસ્મ કરી દેશો. તેના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, અમે તો આવો ક્યારેય દાવો નથી કર્યો કે અમે ભસ્મ કરીએ છીએ. અમે તો વિશ્વ કલ્યાણની વાત કરતા આવ્યા છીએ. અમારો સનાતમ ભસ્મ નથી, દંડ નહીં પણ શિક્ષા આપે છે. તેની સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ રાષ્ટ્રને લઈને વાત કરી અને કહ્યું કે, સનાતન ધર્મ પર કોઈ સંકટ નથી. બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સનાતન પર કોઈ સંકટ નથી, બીજા ધર્મવાળા પર સંકટ થઈ રહ્યું છે, કારણ કે હિન્દુ એક થઈ રહ્યા છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *