Delhi

‘ઝુમે જાે પઠાણ’ સોન્ગ પર થિરકતા જાેવા મળ્યા કોહલી અને જાડેજા, વાયરલ થયો વિડીયો

નવીદિલ્હી
ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં ત્રણ દિવસમાં ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ અને ૧૩૨ રનથી હરાવીને ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ૧-૦ ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાના સ્પિનનો સામનો કરવામાં અસમર્થતા હવે મેદાન પર ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. જાે કે આનાથી પણ વધારે ચર્ચા વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાનો ડાન્સની થાય છે. કોહલી અને જાડેજા હાલના લોકપ્રિય બોલીવુડ સોંગ નંબર ‘ઝૂમ જાે પઠાણ’ પર તેમના પગ થિરકાવતા જાેવા મળ્યા. તેમના મૂવ બાદ તે હાઈલાઈટમાં આવ્યા અને લોકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે. લેટેસ્ટ ફિલ્મ પઠાણે બોલિવૂડના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને હજુ પણ તેને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સુપરસ્ટાર શાહરૂખ ખાન આ ફિલ્મમાં લીડ રોલમાં છે. જેમાં જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ છે. ફિલ્મનુ ઝુમે જાે પઠાન સોન્ગ રીલીઝ થયું ત્યારથી જ ચાર્ટમાં ટોચ પર છે અને એવું લાગે છે કે, ભારતીય ક્રિકેટરો પણ તેને સાંભળવાનો આનંદ લઈ રહ્યા છે અને તેના પર પગ થિરકાવવાનો મોકો પણ નથી ચૂકવા માંગતા. કોહલી અને જાડેજાને લોકપ્રિય નંબર પર ડાન્સ કરતો વીડિયો વાયરલ થયા બાદ ખુદ શાહરૂખ ખાને તેના પર પ્રતિક્રિયા આપી છે. અભિનેતાએ બંને ક્રિકેટરોની પ્રશંસા કરી અને એમ પણ કહ્યું કે તેઓએ ખુદ શાહરૂખ કરતા વધુ સારો ડાન્સ કર્યો છે. શાહરૂખે કહ્યું “તેઓ મારા કરતા વધુ સારી રીતે કરી રહ્યા છે!! વિરાટ અને જાડેજા પાસેથી શીખવું પડશે!!!’ શાહરૂખે ટિ્‌વટર પર ઈંછજાજીઇદ્ભ સેશન દરમિયાન એક ફેનને જવાબ આપતા આ લખ્યું. વિરાટ કોહલીએ પોતાની હરકતોથી દર્શકોનું મનોરંજન કર્યું હોય તેવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ તે કેટલાય ગીતો પર પગ થિરકાવતો જાેવા મળ્યો હતો. તેણે બે વર્ષથી એક પણ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી ન હતી. તે અત્યંત મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા પછી હાલમાં મેદાન પર તેના સમયનો આનંદ માણી રહ્યો છે. આ દરમિયાન ટેસ્ટમાં તેનો ખરાબ રન કરવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. તાજેતરની ઇનીંગમાં તે માત્ર ૧૨ રન જ બનાવી શક્યો હતો.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *