Gujarat

કોટન-ખાંડી વાયદામાં 1,392 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 5,568 ખાંડીના સ્તરે

સોના-ચાંદીના વાયદામાં સીમિત રેન્જમાં ઘટાડોઃ ક્રૂડ તેલમાં સુધારોઃ
કોટન-ખાંડીનો વાયદો રૂ.460 નરમઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી
વાયદાઓમાં રૂ.8047 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7362 કરોડનું
ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.24 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,21,541 સોદાઓમાં કુલ રૂ.15,432.62 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8046.72 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7362.18 કરોડનો
હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 68,527 સોદાઓમાં કુલ રૂ.4,708.56 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.56,225ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,258 અને નીચામાં રૂ.56,011ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.15 ઘટી રૂ.56,111ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.35
ઘટી રૂ.44,757 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 ઘટી રૂ.5,531ના ભાવે પહોંચ્યો હતો. સોનું-
મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,235ના ભાવે ખૂલી, રૂ.50 ઘટી રૂ.56,101ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,651ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.65,780 અને નીચામાં રૂ.65,289ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.58 ઘટી
રૂ.65,363ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.61 ઘટી રૂ.65,627 અને ચાંદી-માઈક્રો
ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.72 ઘટી રૂ.65,626 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,055 સોદાઓમાં રૂ.1,619.35 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.40 ઘટી રૂ.210.20 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.0.50 વધી
રૂ.269ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5.25 વધી રૂ.773.15 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ
રૂ.0.05 વધી રૂ.184ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 36,083 સોદાઓમાં કુલ રૂ.1,697.05 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,530ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,577 અને
નીચામાં રૂ.6,460ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.29 વધી રૂ.6,514 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.50 વધી રૂ.211 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 360 સોદાઓમાં રૂ.21.76 કરોડનાં કામકાજ થયા હતા. કોટન
ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,000 અને નીચામાં

રૂ.63,700ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.460ના ભાવઘટાડા સાથે રૂ.63,740ના સ્તરે પહોંચ્યો હતો.
મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.13.10 વધી રૂ.1009.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,311.43 કરોડનાં
4,117.196 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,397.13 કરોડનાં 363.673 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.765.83 કરોડનાં 11,69,300 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.931 કરોડનાં 44295000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના
વાયદાઓમાં રૂ.8.91 કરોડનાં 1392 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.12.85 કરોડનાં 127.44 ટનના વેપાર
થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,115.648 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 927.114 ટન, ક્રૂડ તેલમાં 595900 બેરલ અને નેચરલ ગેસમાં 52826250
એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 5568 ખાંડી, મેન્થા તેલમાં 407.52 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.23.72 કરોડનાં
310 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,323ના સ્તરે ખૂલી, 4 પોઈન્ટ વધી 15,293ના સ્તરે
હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.7,362.18 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.348.50 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.434.41 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,631.59 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,947.29 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.223.26 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય
કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.318 ખૂલી,
ઊપરમાં રૂ.342 અને નીચામાં રૂ.284.80 રહી, અંતે રૂ.16.70 વધી રૂ.309.50 થયો હતો. જ્યારે નેચરલ ગેસ
ફેબ્રુઆરી રૂ.210ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.70 ખૂલી, ઊપરમાં
રૂ.9.80 અને નીચામાં રૂ.6.80 રહી, અંતે રૂ.0.70 વધી રૂ.9.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.66,000ની સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.689 ખૂલી, ઊપરમાં રૂ.689 અને નીચામાં રૂ.479 રહી, અંતે
રૂ.102 ઘટી રૂ.502 થયો હતો. સોનું માર્ચ રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.400 ખૂલી, ઊપરમાં રૂ.400 અને નીચામાં રૂ.330 રહી, અંતે રૂ.5 ઘટી રૂ.371 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી
રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.140 ખૂલી, ઊપરમાં રૂ.140 અને નીચામાં
રૂ.69 રહી, અંતે રૂ.30.50 ઘટી રૂ.71 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.250.30 ખૂલી, ઊપરમાં રૂ.284 અને નીચામાં રૂ.232.80 રહી, અંતે રૂ.13 ઘટી રૂ.259.30 થયો હતો.
જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.210ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11 ખૂલી,
ઊપરમાં રૂ.12 અને નીચામાં રૂ.8.30 રહી, અંતે રૂ.1.65 ઘટી રૂ.8.65 થયો હતો. સોનું માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.525 ખૂલી, ઊપરમાં રૂ.625 અને નીચામાં રૂ.525 રહી, અંતે
રૂ.14.50 વધી રૂ.583 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.580 ખૂલી, ઊપરમાં રૂ.594 અને નીચામાં રૂ.382 રહી, અંતે રૂ.6 ઘટી રૂ.583 થયો હતો. સોનું-
મિનીફેબ્રુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.163 ખૂલી, ઊપરમાં રૂ.275
અને નીચામાં રૂ.163 રહી, અંતે રૂ.4.50 વધી રૂ.242.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *