માલીકીની જમીન પચાવી પાડી કબ્જો કરી લેનાર ૭ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોધાયો…
ઊનાના ગાંગડા ગામે ઉના ભાવનગર હાઇવે રોડ પર આવેલ માલીકીની જમીન સાત શખ્સોએ પચાવી પાડવા છેલ્લા ત્રણ વર્ષથી
ગે.કા. કબ્જો કરી લીધેલ હોય આ બાબતે જમીન માલીકે સાત શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ નોધી પોલીસે આગળની
કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગાંગડા ગામે રહેતા જીતુ કલા ખસીયા, રૂડુબા જીતુ ખસીયા, કનક જીતુ ખસીયા, કીરીટ જીતુ ખસીયા, બાબુ કલા ખસીયા, મણીબેન
કલા ખસીયા તેમજ પ્રતાપ કલા ખસીયા આ તમામ શખ્સોએ ઉના ભાવનગર હાઇવે રોડને અડી આવેલ ગાંગડા ગામની સર્વે
નં.૯૭/૩ પૈકી ૨ ની જમીન હે.૦-૩૩-૭૧ ચો.મી. જમીન પૈકી હે.૦-૧૭-૯૨ ચો.મી.ની જમીન અરજણભાઇ મેઘાભાઇ
ગોહીલની માલીકીની આવેલ હોય આ જમીન છેલ્લા ત્રણ વર્ષથી આ સાત શખ્સોએ ગે.કા. કબ્જો કરી દબાણ કરેલ છે. આ કબ્જો
ખાલી કરવા અવાર નવાર જણાવતા છતાં ખાલી કરેલ નહીં. અને જમીનના માલીક પોતાની જમીનમાં જતા હોય ત્યારે આ
ગે.કા.દબાણ કરનાર શખ્સો ઝગડાઓ કરી ખોટા આક્ષેપો કરી કાઢી મુકતા હોય આ બાબતે માલીકીની જમીન પચાવી પાડવા પર
અધિનિયમ ૨૦૨૦ હેઠળ જમીનના ૭/૧૨ પુરાવા સાથે અરજણભાઇ ગોહીલે ઉના પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે લેન્ડ
ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો નોધી પોલીસે આગળની તપાસ હાથ ધરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
