Gujarat

તા. ૨૦ થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન તમામ પોસ્ટ ઓફિસ પર “પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક” ખાતાઓ ખોલવા માટે વિશેષ અભિયાન યોજાશે

ભારતીય ટપાલ વિભાગે તારીખ ૨૮-૦૧-૨૦૨૩ થી ૩૧-૦૧-૨૦૨૩ દરમિયાન સમગ્ર ભારતમાં ૩૫ લાખ પોસ્ટ ઓફીસ સેવિંગ બેંક (POSB) ખાતા ખોલ્યા છે. તે ઉપરાંત તારીખ ૦૯-૦૨-૨૦૨૩ થી ૧૦ ૦૨-૨૦૨૩ના રોજ ૧૧ લાખ સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલ્યા છે અને ૨૪ કલાકની અંદર સૌથી વધુ SSY ખાતા ખોલવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા અને તેમને સશક્ત બનાવવા માટેની આ ઉપ્લબ્ધીને ભારતના માનનીય વડાપ્રધાન દ્વારા બિરદાવવામાં આવી હતી.
ગુજરાત પોસ્ટલ સર્કલ ૮૮૪૦ પોસ્ટ ઓફિસના નેટવર્ક સાથે લોકોની સેવામાં છે અને ૧.૩૭ કરોડથી વધુ લાઇવ ખાતા ધરાવે છે. આજ ઉપલક્ષમાં અને છેવાડાનાં નાગરિકોના નાણાકીય સમાવેશ માટેના સતત પ્રયાસોને અનુરૂપ તારીખ ૨૦-૦૨-૨૦૨૩ થી ૨૪-૦૨-૨૦૨૩ દરમિયાન તમામ પોસ્ટ ઓફિસ પર પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક ખાતાઓ ખોલવા માટે વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, POSB ખાતા ખોલવા માટે ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના દરેક ભાગમાં વિશેષ શિબિરો અને મેળાઓનું આયોજન કરવામાં આવશે.
બાળકો માટે, ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા તેઓને પબ્લિક પ્રોવિડન્ટ ફંડનો લાભ આપવા માટે “ધ્રુવ સંકલ્પ” નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ યોજનામાં રોકાણ કરાયેલી રકમ બાળકોના મોટા સપનાઓને સાકાર કરવા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.અને ભારતીય ટપાલ વિભાગ સલામતી સાથે તમામ POSB યોજનાઓમાં સૌથી વધુ વ્યાજ દર આપી રહ્યુંછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *