“પાણીના ટીપે ટીપે બને છે મહાસાગર, પાણીથી જીવન થાય છે ઉજાગર” આ સૂત્ર સાથે આજે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કરવામાં આવી. સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ની રાજ્ય વ્યાપી શરૂઆત સાથે છોટાઉદેપુર જીલ્લાનો જળ અભિયાન કાર્યક્રમ છોટાઉદેપુરથી વનાર-જામલા રોડ પર આવેલા કાછેલ- કાનાવટ ખાતે જળસ્ત્રાવ બનાવવા માટે ખાતમૂહર્ત કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.
તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રમેશભાઈએ જણાવ્યું હતું કે ખેતી અને પશુપાલન માટે તેમજ ગ્રામવિકાસ માટે પાણી ખુબ જરૂરી છે. ગુજરાત સરકાર તળાવો, ચેકડેમો, પાળા,નદી, વોંકળા, તળાવ, ટાંકી, વરસાદી પાણીની લાઈન, ગટરની લાઈન વગેરેની સાફસફાઈ જેવા કામો આ અભિયાન હેઠળ કરવામાં આવે છે. આવા કાર્યો કરીને રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પાણીની સુવિધા આપવા કટિબદ્ધ છે. આ પાણી થાકી ગામોમાં ખેતી સમૃદ્ધ થશે અને મનરેગા સ્કીમ હેઠળ સામાન્ય માણસને રોજગારી મળે છે. આમ ૨૦૧૮થી શરુ થયેલી આ યોજનામાં આત્યાર સુધી રાજ્યમાં ૮૬,૧૯૬ લાખ ધનફૂટ ક્ષમતામાં જળ સંગ્રહનો વધારો થયેલો છે. અંતરિયાળ ગામ એવા કછેલના પરા વિસ્તારમાં થનારા આ જલ સ્ત્રાવ માટે જીલ્લા કલેકટર પોતે સમારંભની શરૂઆતથી અંત સુધી હાજર રહ્યા હતા અને ખાતમૂહર્તમાં પણ ઉભા રહીને શામેલ થયા હતા. આ ઉપરાંત, આસીસ્ટન્ટ કલેકટર જયેન્દ્ર રાઠોડ, ટીડીઓ ડી.ડી. ચૌધરી, ગ્રામ પંચાયતના અગ્રણી દિનેશભાઈ રાઠવા, પૂર્વ સરપંચ અરવિંદભાઈ રાઠવા, મદદનીશ પ્રાયોજના આધિકારી કૃણાલભાઈ આહીર, જીલ્લા પંચાયતના અમિત મિશ્રા વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ઉપરાંત કાછેલ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સુજલામ સુફલામ અભિયાનના નોડેલ અધિકારી અંકિત પટેલે આ યોજના વિષે માહિતી આપી યોજનાની વિશેષતાઓની છણાવટ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૩-૨૪માં ૨૨ લાખ ઘનફૂટ પાણી સંગ્રહની ક્ષમતા થઈ શકે તેવા જળસ્ત્રાવોનો વિકાસ કરવાનો છે તેમજ જે માટી અને કાંપ નીકળશે તે રોયલ્ટીમાંથી માફ કરવાની સરકારની યોજના છે. સમારંભમાં પૂજા અને મુહર્ત, દીપ પ્રાગટ્ય,, મહાનુભાવોના પ્રવચન અને આભારવિધિ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


