ગુજરાતના પ્રજાજનોને સુખાયુ અને દીર્ધાયુ પ્રાપ્ત થાય અને છેવાડાના માનવી સુધી આયુષની સેવાઓ પહોચી શકે તે હેતુથી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષ પ્રભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આયુષ મેળાઓનું આયોજન કરાયુ છે. જે અન્વયે બોટાદ જિલ્લા આયુષ તંત્ર દ્વારા તા.૨૦/૨/૨૦૨૩ને સોમવારે ભાલ નળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ હોલ, રાણપુર મુકામે સવારે ૯ થી ૨ કલાકે બીજા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આયુષના મૂળભૂત સિદ્ધાંતો જેમકે દિનચર્યા, ઋતુચર્યા, ભોજનના નિયમો, રસોડા/આંગણાની ઔષધિઓ, પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજણ આપતું પ્રદર્શન, નિષ્ણાત આયુષ ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી નિદાન તથા સારવાર,આયુર્વેદની વિશિષ્ટતા એવી અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા પેઈન મેનેજમેન્ટ (કમર,ઘૂંટણ જેવા દરેક પ્રકારના સાંધાના દુખાવાની અગ્નિકર્મથી સારવાર) આયુર્વેદની વિશેષતા એવી, વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન, બાળકના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા – સુવર્ણ પ્રાશન (૦ થી ૧૨ વર્ષના બાળકોને) નિ:શુલ્ક કરાવવામાં આવશે, તંદુરસ્ત માતૃબાળ માટે ગર્ભ સંસ્કાર બાબતે માર્ગદર્શન, સ્વસ્થ અને લાંબા આયુષ માટે યોગ નિદર્શન આપવામાં આવશે. આ મેગા આયુષ કેમ્પની વિવિધ પ્રવૃતિઓનો નાગરિકોને લાભ લેવા જિલ્લા આયુર્વેદ શાખા બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટરઃવિપુલ લુહાર,રાણપુર
