મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગુજરાત સરકાર ના હજ કમીટી મા વિવિધ જીલ્લામાં ટ્રેનર ની નીમણૂક કરવામાં આવી છે.ત્યારે ખેડા જિલ્લા માંથી હજ કમીટી ગુજરાત સરકાર દ્વારા કપડવંજ તાલુકા લઘુમતી મોરચા ના પ્રમુખ અને દહીઅપ ગામમાં રહીશ અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા સમાજસેવક મહંમદશાહીદ ઐયુબઅલી સૈયદ ની નીમણૂક કરવામાં આવી છે.
ખેડા જિલ્લા મા હજ મા જવા ઈચ્છતા મુસ્લિમ સમાજ ના લોકો ને કોઈ સમસ્યા હોય તો ટ્રેનર નો સંપર્ક કરવો.ખેડા જિલ્લા ના મુસ્લિમ સમાજ ના લોકો એ આ નિમણૂંક ને આવકારી છે.


