નવીદિલ્હી
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર ભારે પ્રહારો કર્યા છે.તેમણે કહ્યું કે ઔવૈસી સાહેબના મોંથી જયારે પણ નિકળશે છે તો ઝેર નિકળશે છે. આ કયારેય કાયદાની વાત કરતા નથી ઝિન્ના તો ચાલ્યા ગયા પરંતુ ઝિન્નાના વારિસના રૂપમાં અનેક લોકો વચી ગયા છે. ગિરિરાજે કહ્યું કે મુસ્લિમ સમાજની વધતી વસ્તી મારા માટે ચિંતાનો વિષય નથી.ઝિન્નાના માર્ગ પર ચાલનારા જે કટ્ટરપંથી આવી ગયા છે તે આવું કામ કરે છે.આજ સુધી દેશમાં હિન્દુઓ દ્વારા કોઇ તાજિયા પર એક પથ્થર પણ ફેંકવામાં આવ્યો નહીં હોય એ યાદ રહે કે ઝારખંડમાં મહાશિવરાત્રીની તૈયારીઓ વચ્ચે ભડકેલી હિંસાને લઇ ઓવૈસીએ આરએસએસને જવાબદાર ઠેરવી હતી ઓવૈસીએ કહ્યું હતું કે પલામુમાં થયેલ હિંસા માટે સોરેન સરકારે જે પગલા લેવા જાેઇતા હતાં તેવા તેણે ઉઠાવ્યા નથી મીડિયા સાથે વાતચીત કરતા ઓવૈસીએ કહ્યું હતું કે આ મામલામાં સીધી રીતે આરએસએસ દોષી છે આ ઉપરાંત હેમંત સરકાર પણ તેમાં બરાબર દોષી છે.જાહેરમાં ગોળીબારમાં લોકો માર્યા ગયા પરંતુ સરકારે તેમને પાઠ ભણાવ્યો નથી ઓવૈસીએ એ પણ કહ્યું કે ભાજપના લોકો જાહેરમાં મુસ્લિમો માટે હિંસાની વાત કરે છે પરંતુ વડાપ્રધાન મોદી કયારેય તેની ટીકા કરતા નથી
