ધ્રાંગધ્રા :
પોલીસ fir મુજબ બનાવ ની વિગતો એવી છે કે ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં ગત મોડી રાત્રે એક શખ્સ ઉપર ચાર સખ્શો એ ભેગા મળી હુમલો કર્યોં હતો, ફરિયાદી ને જાતી વિરુદ્ધ અપમાનિત કરીને માર મારતા અરવિંદભાઈ લાલજીભાઈ રાઠોડ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અમારા વિસ્તારમાં કેમ આવી ને ઉભો રહે છે, વિસ્તારની મહિલાઓ સાથે કેમ વાતો કરે છે એવી બાબતે શરુ થયેલી બબાલ બાદ રાજાબાબુ એ ગુસ્સામાં આવીને અરવિંદભાઈ ને લોખંડનાં પાઇપ દ્વારા મારેલ. ફરિયાદ મુજબ રાજબાબુ સાથે અન્ય 3 શખ્સો જેમાં રાજબાબુ નો ભાઈ, લાંબા વાળ વાળો અવી અને સુલતાન ઉર્ફે બચુ એ અરવિંદભાઈ ને જાતી વિરુદ્ધ અપમાનિત કરી ને બંને હાથે ફેક્ચર કરીને શરીરના અન્ય ભાગ ઉપર મૂઢ માર મારેલ હતો તેમજ હુમલો કરીને ત્યાં થી નાશી ચૂંટ્યા હતાં.
ઈજાગ્રસ્ત ને તત્કાલ સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરાયા હતાં. અરવિંદભાઈ દ્વારા ફરિયાદ નોંધાતા પોલીસ સક્રિય બનીને ચારેય શખ્સો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.