ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા માલવણ હાઇવે 24 કલાક ધમધમતો હાઇવે છે. આ હાઇવે ઉપર અવારનવાર અકસ્માત નાં બનાવો બનતા જ રહે છે. અનેક પરિવારો પોતાના અંગત સભ્ય ખોઈ ચુક્યા છે. કાળમુખો ગણાતા આ હાઇવે ઉપર ગત મોડી સાંજે પુરપાટ ઝડપે જાતી એસ ટી બસ હાઇવે ની હોટલ બહાર પાર્ક કરેલ ફોર વહીલર ગાડી સાથે અથડાઈને છકડા સાથે અથડાતા ટ્રિપલ અકસ્માત નાં દ્રશ્યો સર્જાયા હતાં. સદનસીબે મોટી જાનહાની ટળી હતી સાથે કોઈ ને મોટી ઈજાઓ પણ નહોતી થઈ.