Gujarat

શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’ના બીજા દિવસે ભક્તિરસમાં તરબોળ થયા શ્રદ્ધાળુઓ* *સુપ્રસિદ્ધ ગાયક કલાકાર હેમંત જોશી અને વેરાવળના પ્રખ્યાત નાદબ્રહ્મ ગ્રુપ દ્વારા ભક્તિ સંગીત અને બ્રીજરાજદાન ગઢવીનો કસુંબલ ડાયરો માણતાં શહેરીજનો

સોશ્યિલ મીડિયા મારફતે થયું જીવંત પ્રસારણ, દેશ-વિદેશના લોકોએ મનભરી માણ્યો ઉત્સવ   અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનરશ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રભાસપાટણ ખાતે સોમનાથ મંદિર ટ્રસ્ટી શ્રી પી.કે.લહેરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’ના ભવ્ય આયોજનના બીજા દિવસે શ્રદ્ધાળુઓ અને શહેરીજનો ભક્તિરસમાં તરબોળ થયા હતાં.
‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’ના બીજા દિવસે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર હેમંત જોશી અને ચિરાગ સોલંકીના વેરાવળના પ્રખ્યાત નાદબ્રહ્મ ગ્રુપ દ્વારા ભક્તિ સંગીતની રજૂઆત થતાં શ્રદ્ધાળુઓ અને શહેરીજનો ભક્તિરસમાં તરબોળ થયા હતા ઉપરાંત ઉપસ્થિત સર્વેએ બ્રીજરાજદાન ગઢવીના કસુંબલ ડાયરાની રમઝટ પણ માણી હતી.
નોંધનીય છે કે, આ ભવ્ય ઉત્સવના પહેલા દિવસે શહેરીજનોએ અખિલેશ ચતુર્વેદી ગ્રુપ, મુંબઈ દ્વારા શિવ મહિમાની પ્રસ્તુતિ ઉપરાંત ૨૨૫થી વધુ કલાકારોના મંજીરા રાસ, ધમાલ નૃત્ય, હુડો રાસ, આદિવાસી નૃત્ય, તલવાર રાસ, શિવ મહિમા, ડાંગી નૃત્ય, રાજસ્થાની નૃત્ય, લાવણી નૃત્ય સહિત ગરબા, લોકનૃત્ય, ભક્તિ સંગીત જેવા આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણ્યા હતાં.
આ તકે આ તકે સોમનાથ મંદિર ટ્રસ્ટીશ્રી પી.કે.લહેરી, સેક્રેટરી શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.ડી.મકવાણા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતાં.હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20230219-WA0110.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *