Gujarat

કવાંટ બજારમાં આમ તેમ ભટકતી માનસીક રીતે અસ્વસ્થ સ્ત્રીને સારવાર કરાવી તેના પરીવાર સાથે મિલન કરાવતી ક્વાંટ પોલીસ   

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન, નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. સી.એમ.ગામીત તથા સ્ટાફના માણસોની એક ટીમ ક્વાંટ બજારમાં પેટ્રોલીંગમાં ફરતા હતા તે દરમ્યાન ક્વાંટ બજારમાં માનસીક રીતે પીડાતી એક અસ્વસ્થ સ્ત્રી જેનો કોઇ વાલીવારસ ન હોય અને આમતેમ ભટકતી હોય તેની સારવાર કરાવી તેના વાલીવારસ શોધી કાઢી તેના પરિવારને સોંપવા સુચનાઓ કરતા ક્વાંટ પોલીસ સ્ટાફ તથા શીટીમના માણસો મળી સદરી બેનને ક્વાંટ સરકારી દવાખાને સારવાર કરાવી તેની ઝિણવટ ભરી રીતે પુછપરછ કરતા તેને પોતાનુ નામ નોમલીબેન માત્ર યાદ હોય જે નામ તથા તેના ફોટા આધારે ક્વાંટ તાલુકાના બોર્ડર વિસ્તારના ગામડાઓ તથા મધ્યપ્રદેશ રાજ્યની સરહદે આવેલ ગામડાઓમાં જઈ તપાસ કરતા સદરીબેનનુ નામ નોમલીબેન તે સુરતાનભાઇ રૂપલાભાઇ રાઠવા રહે કુમ્બી ગામ તા.સોઢવા જી.અલિરાજપુર (મધ્યપ્રદેશ રાજ્ય) ની હોવાનુ જાણવા મળેલ અને તેના પરિવારમાં હાલ તેની દેકરી ગીતાબેન જે હાલ વાવી ગામ તા.સોઢવા જી.અલિરાજપુર ખાતે રહેતી હોવાનુ જાણવા મળતા સદરી નોમલીબેનને ક્વાંટ પોલીસ તથા શી ટીમ સાથે રાખી તેની દિકરી ગેતાબેનના ઘરે વાવી ગામ ખાતે જઈને તેને સોપેલ છે આમ ક્વાંટ પોલીસ દ્વારા માનવતા દાખવી એક માનસીક રતે અસ્વસ્થ સ્ત્રી જે ક્વાંટ બજારમાં આમતેમ ભટકતી હોય જેની સારવાર કરાવી પોતાની દિકરી ગીતાબેન સાથે મિલન કરાવેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230219_193853.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *