મુંબઈ
શેર બજારની વાત કરીએ તો, બજારમાં જાેરદાર તેજી જાેવા મળી રહી છે. બજાર દિવસના ઉપરના સ્તરે બિઝનેસ કરી રહ્યો છે. નિફ્ટીના ૫૦માંથી ૩૨ શેરોમાં તેજી હાવી છે જ્યારે સેન્સેક્સના ૩૦માંથી ૨૧ શેરોમાં તેજી જાેવા મળી રહી છે. નિફ્ટી બેંકના ૧૨માંથી ૯ શેરોમાં તેજી હાવી છે.જાે તમે ૈંર્ઁંમાં રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો તે પછી ઓક્ટોબર મહિનામાં તમને પૂરેપૂરી તક મળવાની છે. આ મહિને લગભગ ૧૦ કંપનીઓ ૈંર્ઁં લોન્ચ કરી શકે છે. આ ૈંર્ઁં દ્વારા કંપનીઓ ૨૦ હજાર કરોડ રૂપિયા ભેગા કરી શકે છે. હાલમાં શેર બજારમાં તેજીનો માહોલ છે અને લિક્વિડિટી ભરપૂર હોવાના કારણે ૈંર્ઁં જાેરદાર રિસ્પોન્સ મળવાની સંભાવના છે. આ મહિને નાયકા, નોર્ધર્ન આર્ક કેપિટલ, સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઈંશ્યોરેંસ, ફિનકેયર સ્મોલ ફાયનાન્સ બેંક, ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંક, એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને મોબિક્વિક જેવી કંપનીઓના ૈંર્ઁં લોન્ચ કરવાની તૈયારીમાં છે. એટલું જ નહીં, જાણકારોનું માનીએ તો નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બાકી મહિનાઓમાં મોટી સંખ્યામાં ૈંર્ઁં બજારમાં આવી શકે છે. જાેકે બધું શેર બજારના મૂડ પર આધાર કરશે. જાે બજારનું સેન્ટીમેંટ સારું રહ્યું તો પછી સતત નવી કંપનીઓ શેર બજારમાં દસ્તક આપી શકે છે. લગભગ ૩૫ કંપનીઓનો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ૈંર્ઁં લોન્ચ કરવાનો પ્લાન છે. જેના દ્વારા લગભગ ૮૦ હજાર કરોડ રૂપિયા ભેગા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૭ના ત્રીજા ક્વાર્ટરમાં ૩૬ ૈંર્ઁં લોન્ચ થયા હતા અને આનાથી કંપનીઓએ બજારથી ૬૭,૧૪૭ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં ૫ કંપનીઓએ ૈંર્ઁંથી લગભગ ૬૭૦૦ કરોડ રૂપિયા હાંસલ કર્યા. જેમાં અમી ઓર્ગેનિક્સ, વિજયા ડાયગ્નોસ્ટિક્સ, સનસેના ઈન્જિનિયરિંગ, પારસ ડિફેન્સ અને આદિત્ય બિરલા સન લાઇફ છસ્ઝ્ર સામેલ છે. આદિત્ય બિડરલા સન લાઇફ એએમસીની લિસ્ટિંગ ૧૧ ઓક્ટોબરે થવાની છે. તો પાછલા ૬ મહિનામાં ૨૬ કંપનીઓએ ૈંર્ઁં લોન્ચ કર્યા. આ ૈંર્ઁં દ્વારા ૫૯૭૧૬ કરોડ રૂપિયા ભેગા થયા. જણાવીએ કે, પાછલા એક વર્ષમાં ૈંર્ઁંનું બજાર ગુલઝાર રહ્યું છે. લગભગ દરેક ૈંર્ઁંમાં રોકાણકારોને સારું લિસ્ટિંગ ગેન અને ત્યાર પછી પણ સ્ટોકમાં તેજીનો ફાયદો થયો છે.
