Gujarat

ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી સહિતના મહાનુભાવોએ જામનગર-સુરત લક્ઝરી કોચનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી.વિભાગને 2×2 લક્ઝરી કોચની ફાળવણી કરાતા
જામનગરવાસીઓને હવે સુરત સુધીની લક્ઝરી કોચ સેવાનો લાભ મળશે. જામનગર એસ.ટી.ડેપોથી સુરત સુધી પરિવહન કરનાર
આ લક્ઝરી કોચનું ગત તા.૨૦ ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રી રિવાબા જાડેજા, મેયર શ્રીમતી
બીનાબેન કોઠારી સહિતના મહાનુભવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી
રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, શહેરના કોર્પોરેટરશ્રીઓ, આગેવાનશ્રીઓ તથા જામનગર
એસ.ટી.વિભાગના વિભાગીય નિયામક શ્રી બી.સી જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા
એસ.ટી.વિભાગના પરિવહન અધિકારીશ્રી જે.વી.ઇસરાણી તેમજ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *