ન્યુદિલ્હી
રાજસ્થાન રોયલ્સની ટીમ ૯ વિકેટ ગુમાવીને ૯૦ રન જ બનાવી શકી હતી અને મુંબઈ ઈન્ડિયન્સે આ લક્ષ્ય ૮.૨ ઓવરમાં જ ૨ વિકેટ ગુમાવીને મેળવી લીધું હતું. ઇશાન કિશને ફોર્મમાં આવતા ૨૫ બોલમાં ૫ ફોર અને ૩ સિક્સની મદદથી નોટઆઉટ ૫૦ રન બનાવ્યા હતા. આઠમી ઓવરમાં ચેતન સકારિયાને બે સિક્સ લગાવ્યા બાદ નવમી ઓવરમાં મુસ્તાફિઝુર રહમાનને સૌથી પહેલા ફોર લગાવ્યો અને પછી સિક્સ લગાવીને પોતાની હાફ સેન્ચુરી અને ટીમની જીતની ઔપચારિકતા પૂર્ણ કરી હતી. આ જીત બાદ મુંબઈની ૧૩ મેચમાં ૬ જીત સાથે ૧૨ પોઈન્ટ છે અને કોલકાતા નાઇટ રાઈડર્સના પણ સમાન પોઈન્ટ છે પરંતુ સારી રન રેટના કારણે તે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર છે. મુંબઇએ આગામી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ અને કોલકાતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સ સાથે રમવાની છે.ખરાબ ફોર્મને અલવિદા કહીને રાજસ્થાન રોયલસ (ઇઇ) વિરુદ્ધ ઇન્ડિયન પ્રીમિયર લીગ (ૈંઁન્)ની મહત્ત્વની મેચમાં ૨૫ બોલમાં નોટઆઉટ ૫૦ રન બનાવીને મુંબઈ ઇન્ડિયન્સ (સ્ૈં)ની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનારા બેટ્સમેન ઇશાન કિશને કહ્યું કે વિરાટ કોહલી અને કાયરન પોલાર્ડ સાથે વાત કરીને તેણે પોતાનો ગુમાવેલો આત્મવિશ્વાસ પરત મેળવ્યો છે. આ મેચ પહેલા ૮ મેચમાં માત્ર ૧૦૭ રન બનાવનારો ઇશાન કિશન ખરાબ ફોર્મના કારણે કેટલીક મેચોથી બહાર રહ્યો. તેણે વાપસી કરતા પોતાની ઇનિંગમાં ૧૦ ડોટ બોલ રમ્યા બાદ ૨૫ બોલમાં નોટઆઉટ હાફ સેન્ચુરી લગાવી હતી. મેચ બાદ ઇશાન કિશને કહ્યું કે વાપસી કરીને અને રન બનાવીને સારું લાગી રહ્યું છે. અમે પહેલા ફિલ્ડિંગ કરવાનો યોગ્ય ર્નિણય લીધો હતો કેમ કે બોલ સારી રીતે બેટ પર આવી રહ્યો નહોતો. પોતાના ફોર્મમાં પરત આવવા બાબતે ઇશાન કિશને કહ્યું કે ઉતાર-ચડાવ રમતનો એક હિસ્સો છે. મેં વિરાટભાઈ, હાર્દિકભાઈ અને કાયરન પોલાર્ડ સાથે વાત કરી જેથી મારો આત્મવિશ્વાસ પરત આવ્યો. અમારે હવે આગામી મેચમાં આ લયને યથાવત રાખવાનું છે. વિરાટ કોહલીને પ્રેમથી બધા ચીકુ બોલાવે છે. જિમ્મી નિશમ અને નાથન કુલ્ટર નાઇલની અનુશાસીત બોલિંગ બાદ ઇશાન કિશનની આક્રમક હાફ સેન્ચુરીના દમ પર મુંબઈ ઈન્ડિયન્સે કરો યા મરોની મેચમાં મંગળવારે રાજસ્થાન રોયલ્સને ૮ વિકેટે હરાવીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો જેને બોલરોએ યોગ્ય સાબિત કર્યો.
