National

હૈદરાબાદમાં ૨૦૧૩નો એ દિવસ તો ક્યારેય ના ભૂલાય કે આ ધડાકાએ ૧૭ લોકોના જીવ લીધા

હૈદરાબાદ
૨૦૧૩ નો એ દિવસ કોણ ભૂલી શકે? કે જ્યારે હૈદરાબાદના દિલસુખનગરમાં ૨ શ્રેણીબદ્ધ ધડાકા થયા જેમાં ૧૭ લોકોના જીવ ગયા હતા. આ ઉપરાંત આ આતંકી હુમલામાં ૧૨૦થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. ડિસેમ્બર ૨૦૧૬માં સ્પેશિયલ દ્ગૈંછ કોર્ટે ઈન્ડિયન મુજાહિદ્દીનના ૫ આતંકીઓને મોતની સજા સંભળાવી હતી. આ દિવસના ઇતિહાસ વિશે વાત કરીએ તો આ જીવલેણ વિસ્ફોટો માનસપટલ પર છવાય છે. વિસ્ફોટ એક બસ સ્ટેન્ડ અને એક થિયેટરની બહાર થયા હતા. બોમ્બ સાઈકલ પર રાખવામાં આવ્યો હતો. બંને વિસ્ફોટ લગભગ ૧૫૦ મીટરના દાયરામાં થયા હતા. વિસ્ફોટ સાંજના સમયે થયો હતો અને તે સમયે વિસ્તારમાં ભીડ ભાડ હતી. ધડાકામાં આઈઈડીનો ઉપયોગ થયો હતો જેનાથી સૌથી વધુ નુકસાન થયું. હૈદરાબાદમાં ૨૦૦૭માં મક્કા મસ્જિદ સહિત ત્રણ જગ્યાઓ પર વિસ્ફોટ થયા હતા. મક્કા મસ્જિદ ઉપરાંત લુંબિની પાર્ક અને એક વ્યક્ત વિસ્તાર કોઠીમાં પણ વિસ્ફોટ થયા હતા. જ્યારે તે ત્રણ ધડાકા થયા હતા ત્યારે પણ એક બોમ્બ દિલસુખનગરમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ તે વખતે તે નિષ્ક્રિય કરવામાં સફળતા મળી હતી. હૈદરાબાદ વિસ્ફોટના દોષિતો આઝમગઢના ગુલામી ના પુરા (બાજબહાદુર) નિવાસી અસદુલ્લાહ અખ્તર ઉર્ફે હડ્ડી સહિત પાંચ લોકોને એનઆઈએની વિશેષ કોર્ટે ફાંસીની સજા સંભળાવેલી છે. અસદુલ્લાહના પિતા ડો. જાવેદ અખ્તર હાડકા વિશેષજ્ઞ ડોક્ટર છે. અસદુલ્લાહ અખ્તરનું નામ પહેલીવાર દિલ્હીમાં ૨૦૦૮માં થયેલા બોમ્બ ધડાકામાં આવ્યું હતું. મૂળ રીતે દેવગાંવ કોટવાલી વિસ્તારના બૈરીડીહ ગામના રહીશ ડો. જાવેદ અખ્તર હાડકા વિશેષજ્ઞ છે. એનઆઈએએ તેના પર પાંચ લાખનું ઈનામ જાહેર કર્યું હતું. જે વધીને ૨૦ લાખ રૂપિયા કરવામાં આવ્યું. આ હુમલાની ખબર ગુપ્તચર એજન્સીઓને પહેલેથી થઈ ગઈ હતી. આથી ૧૮ ફેબ્રુઆરીએ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ નેપાળથી ૪ લોકોએ ઘૂસણખોરી કરી હતી. ત્યારબાદ ગુપ્તચર એજન્સીઓએ ૪ શહેરોમાં બ્લાસ્ટનો ખતરો જણાવ્યો હતો. પુણેના સીરિયલ બ્લાસ્ટમાં પણ બ્લાસ્ટ માટે સાઈકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ૬ ધડાકાનો સમય પણ સાંજે ૭ વાગ્યાથી સાંજે ૭.૧૪ વાગ્યા વચ્ચે જ હતો.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *