નવીદિલ્હી
મેડિકલ ઈમરજન્સીના કારણે ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની નોન સ્ટોપ ફ્લાઈટનું લંડનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મેડિકલ ઈમરજન્સીનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જાેકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે પ્લેન નોર્વેની એરસ્પેસ પર હતું ત્યારે તેને લંડનના હીથ્રો ખાતે લેન્ડ કરવુ પડ્યુુ હતું. આ ફ્લાઇટમાં કુલ ૩૫૦ મુસાફરો હતા. મેડિકલ ઈમરજન્સીના કારણે સોમવારે સાંજે ન્યૂયોર્કથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને લંડન ડાયવર્ટ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર છૈં-૧૦૨ લગભગ ૧૧.૨૫ વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચવાનું હતું, પરંતુ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને લંડનના હીથ્રો એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી જાેકે, તાત્કાલિક આવી મેડિકલ ઈમરજન્સી આવતા પ્લેન લેન્ડીંગ કરવાના આ નીર્ણયથી લોકો અચંબીત થઈ ગયા હતા.
