Gujarat

દામનગરમાં વેરો નહિ ભરતા ૫ મિલ્કતો ને સિલ કરતું દામનગર નગરપાલિકા તંત્ર. બાકીદારોમાં ફેલાયો ફફડાટ.

દામનગરમાં વેરો નહિ ભરતા ૫ મિલ્કતો ને સિલ કરતું દામનગર નગરપાલિકા તંત્ર. બાકીદારોમાં ફેલાયો ફફડાટ….! ગુજરાતમાં વેરો નહિ ભરતા મિલ્કત ધારકો સામે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વેરા વસૂલાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી ગઈ છે. પ્રાદેશિક કમિશન ભાવનગર ની સૂચના મુજબ અમરેલી જીલ્લાના દામનગર શહેરમાં નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ની ઝુંબેશ ચીફ ઓફિસર રઘુવિરસીંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ,પ્રમુખ ચાંદનીબેન પી.નારોલા એ કર્મચારીઓને સાથે રાખી ગઈકાલે તા.૨૧-૨-૨૩ ને મંગળવારે ૫ મિલ્કતોને સિલ કરી રૂ.૫.૮૪ લાખ ( રૂ.પાંચ લાખ ચોરાશી હજાર) જેટલી રકમ વસુલવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ શરૂ રહેવાની હોય બાકીદારો એ વેરો નગરપાલિકા કચેરીમાં આવી ભરી જવા જણાવવામાં આવેલ છે.વેરાઓ નહિ ભરનાર મિલ્કત ધારકોના નળ કનેકશન પણ બંધ કરવામાં આવશે એવી કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું નગરપાલિકા તંત્રમાંથી જાણવા મળેલ છે. ( અતુલ શુક્લ.)

IMG-20230222-WA0027-1.jpg IMG-20230222-WA0028-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *